ધાનેરા નેનાવા રોડ ઉપર અકસ્માત સર્જાતાં બે યુવકની હાલત ગંભીર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-16 11:27:22
  • Views : 4782
  • Modified Date : 2021-03-16 11:27:22

ધાનેરા નેનાવા રોડ ઉપર સોમવારના રોજ બાઇક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલક બન્ને યુવકો ટ્રેકટરની નીચે આવી જતા  લોકોએ બન્ને યુવકોને ટ્રેકટર નીચેથી કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા.
પરંતુ હાલત ગંભીર હોવાથી બન્નેને સારવાર માટે આગળ ખસેડવામાં આવ્યા હતા.
ધાનેરા તાલુકામાં બેફામ ચાલતા વાહન ચાલકો દ્વારા હાઇવે ઉપર અનેક અકસ્માતો થાય છે પરંતુ પોલિસ દ્વારા આવા બેફામ ચાલતા વાહન ચાલકો સામે કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં આક્રોશ જાેવા મળી રહ્યો છે. સોમવારે ધાનેરા નેનાવા હાઇવે ઉપર રીલાયન્સ પમ્પની નજીક એક ટ્રેકટર ચાલકે બાઇક સવારને અડફેટે લેતાં બાઇક ટ્રેક્ટરના નીચે આવી જતાં બાઇક સવાર બન્ને યુવકો પણ ટ્રેકટર નીચે આવી ગયા હતા. ત્યારે ટ્રેકટર ચાલક ટ્રેકટર મુકીને ભાગી ગયો હતો. આ અકસ્માત થયેલો જાેતા લોકો પોતાના વાહનો મુકીને આ યુવકોને બચાવવા માટે દોડ્યા હતા અને ટ્રેક્ટરને ઉંચુ કરીને આ બન્ને બાઇક સવારોને બહાર કાઢ્યા હતા અને તેમને પ્રાઇવેટ વાહનમાં સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમની ઓળખ થતાં (૧) મેહુલભાઇ હરજીભાઇ ચૌધરી રહે. ધાખા ઉ. ૩૦ તથા (૨) પરેશભાઇ તળસાભાઇ ચૌધરી રહે. મગરાવા ઉ. ૨૨ નામ જાણવા મળેલ. પરંતુ તેમની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે પાલનપુર રીફર કરવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

Download Our B K News Today App



Related News