થરાદ તાલુકામાં બે સ્થળોએ ચોરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-10 11:24:02
  • Views : 361
  • Modified Date : 2020-12-10 11:24:02

થરાદ તાલુકામાં ત્રણ જગ્યાએ તસ્કરોએ હાથ અજમાવ્યો હતો. જેમાં આજાવાડામાં આવેલી મોબાઈલની દુકાનમાંથી રૂા. દોઢ લાખની ચોરી કરી હતી. તો જેતડાના ગોગ મહારાજના મંદિરમાંથી રૂા. એક લાખના આભૂષણ ચોરી ગયા હતા. જાેકે લુણાવા માળી ફાર્મની દૂધ મંડળીનું એટીએમ તોડવામાં તસ્કરોને સફળતા મળી ન હતી. બે સ્થળોએ તસ્કરોએ હાથ અજમાવતા લોકોમાં ભયની લાગણી પ્રસરી છે. જ્યારે એક સ્થળે ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
થરાદ તાલુકાનાં લુણાવા ગામમાં માળી ફાર્મ ખાતે આવેલી દૂધ મંડળીમાં મંગળવારે  મધ્યરાત્રીએ મંડળીનું એટીએમ તોડવાનો પ્રયાસ અજાણ્યા તસ્કરો દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં એટીએમનું મશીન તોડવામાં ઘણી માથાકુટ કરી પણ
એટીએમ  ના તુટતા પ્રયાસ નિષ્ફળ થતાં તસ્કરોના  હાથે કંઈ પણ આવ્યું ન હતું. તેમજ તે રાત્રિ દરમિયાન ચોરો ત્યાંથી ભાગી છટ્યાં હતા.  સવારે દૂધ મંડળીના મંત્રી દુધ મંડળી ખોલતાં  એટીએમના ભાગમાં તોડફોડ માલુમ પડી હતી. જેથી  તાત્કાલિક થરાદ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જેથી આજુબાજુના વિસ્તારના આગેવાનો દૂધ મંડળીએ આવી પહોંચ્યા હતા. બાદમાં  પોલીસ આવતા તાત્કાલિક દૂધ મંડળીના સીસીટીવી કેમેરાનું ફુટેજ તપાસવામાં આવ્યું  હતંુ. જેમાં  બે ઈસમો એટીએમ તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમજ ઘણી મથામણ થયા બાદ એટીએમ ના તુટતા તેઓ ભાગી છૂટ્યાં હતા.  દૂધ મંડળીના મંત્રીએ
પોલીસમાં સીસીટીવી ફૂટેજ સાથે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ઘટના સ્થળે
પહોંચી તાત્કાલિક આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News