હિંમતનગરમાં સગા પિતાને 2 પુત્રોએ હત્યા કરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-10 16:26:38
  • Views : 74
  • Modified Date : 2023-12-10 16:26:38

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં 24 કલાકમાં જ હત્યાની બે ઘટનાઓ સામે આવી છે. એક ઘટનામાં પિતાને તેના જ બે પુત્રોએ માર મારીને મોતને ઘાટ ઉતાર્યા છે. માતાએ આ અંગેની ફરિયાદ હિંમતનગરના ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટનાની તપાસ શરુ કરી છે. દારુ પિધેલી હાલતમાં ઘરમાં કંકાસ કરતા હોવાને લઈ ગુસ્સે ભરાયેલા પુત્રોએ જ પિતાની હત્યા કરી દીધી હોવાની ઘટના સામે આવી છે.માતા સાથે ઘર્ષણ કરતા પિતા નારાયણ રાવળની વચ્ચે પડીને બંને પુત્રો અર્જુન અને મુકેશ રાવળે લાકડીઓનો માર માર્યો હતો. બચાવમાં પિતા ગામમાં નાસી છૂટતા પિછો કરીને પિતાને કોદાળીના ઘા માથામાં ઝીંક્યા હતા. જીવન મરણ હાલતમાં પિતાને સારવાર માટે ખસેડ્યા હતા, જ્યાં મોત નિપજ્યુ હતુ. આમ દારુના કારણે સગાં પુત્રો જ પિતાની હત્યા કરવા માટે મજબૂર બન્યા હતા.

Download Our B K News Today App



Related News