અંબાજી પાસેના ચિખલા ગામે કૂવામાં કૂદેલા બનેવીને બચાવવા બે સાળાઓ પણ કુદયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-05 12:07:29
  • Views : 520
  • Modified Date : 2019-09-05 12:07:29

બુધવારે સવારે અંબાજી નજીકના ચીખલા ગામે કુટુંબની બાબતને લઈ બનેવીએ કુવામાં છલાંગ લગાવી હતી. ત્યારબાદ તેમની સાથેના બે સાળાઓ પણ તેમના જીવ બચાવવા માટે ઊંડા કૂવામાં પડ્‌યા હતા.
અંબાજી નજીક ચીખલા ગામે એક કૂવામાં ત્રણ વ્યક્તિઓ પડી જવાની ઘટનાને લઇ ભારે ચકચાર મચી જવા
પામી હતી. જોકે ચીખલા ગામે રહેતા ભરથરી સમાજના લોકોમાંથી એક વ્યક્તિ આત્મહત્યા કરવા કૂવામાં છલાંગ લગાવી હતી. જોકે આ સમગ્ર ઘટના પારિવારિક વિવાદના કારણે બની હોવાનું જાણવા મળ્યું હતુ. અને કુટુંબની બાબતને લઈ બનેવીએ કૂવામાં છલાંગ લગાવ્યા બાદ એના બે સાળાઓ પણ પડ્‌યા હતા. આ ત્રણેય જણાને ગ્રામજનોએ આબાદ રીતે બહાર કાઢ્યા હતા. જોકે આ કુવો ૬૦ ફૂટ
પાણી ભરેલો છે. કુવાની બાજુમાં આવેલ શાળાના
શિક્ષિકાએ પણ બાળકો માટે આ કૂવો જોખમકારક હોઈ કુવા
ઉપર તાત્કાલિક લોખંડની જાળી નાખવા માંગ કરાઈ છે. એટલુ જ નહીં આ કુવાની પાસે પ્રાથમિક શાળા પણ આવેલી છે. અને બાળકો અભ્યાસ કરે છે. જ્યા બાળકો રિસેશમાં  અને રમતો રમવા પણ આ કૂવાની આસપાસ આવતા હોય છે.
  આટલી મોટી ઘટના બની ત્યારે લોકો મોબાઈલમાં શુટીંગ કરતા હતા તેવું સ્થાનિક લોકો યે જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News