બુધેલ ચોકડી પાસેથી દારૂ-બિયર ભરેલી કાર સાથે 2 શખ્સ ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-10 17:45:37
  • Views : 54
  • Modified Date : 2025-03-10 17:45:37

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈ વે પર બુધેલ ચોકડી પાસેથી વિદેશી દારૂ અને બિયર ભરેલી કાર સાથે પેરોલ ફર્લો સ્ક્વોડે બે ઇસમને ઝડપી લીધા હતા. પોલીસે દારૂ-બિયર કાર અને મોબાઇલ મળી કુલ રૂા.૨.૪૬ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

બનાવની વિગત એવી છે કે, ભાવનગર પોલીસની પેરોલ ફર્લો સ્ક્વોડનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે,સંજય ગંભીરભાઇ ચૌહાણ (રહે.ટોપ-થ્રી સર્કલ સામે,ભાવનગર) તથા દીલુ વલકુભાઇ ભુંકણ (રહે.દુધાળા-૨,તા.મહુવા) બંન્ને મળી કાર નં.જીજ.૦૬.એચડી.૬૯૫૪માં બહારથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી વેચાણ માટે લાવી રહ્યા છે અને તે દારૂ ભરેલ કાર લઇ વરતેજ ચોકડી તરફથી બુધેલ તરફ આવે છે. જે બાતમીના આધારે પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફે બૂધેલ ચોકડી, ટોપ-થ્રી લોડ્સ હોટલ પાસે પૂલ નીચે જાહેર રોડ ઉપર વૉચમાં ઉભા હતાં ત્યારે કાર આવી રહી હતી. આ કારને અટકાવી કારમાં સવાર બન્ને ઈસમોને નીચે ઊતરી કારની અંદર તલાશી લેતા કાર માંથી વિદેશી દારૂની ૧૨૨ બોટલ રૂા.૧૭,૮૮૪, બિયરના ટીન ૪૭ રૂ.૮,૯૩૦ મળી આવતા પોલીસે સંજયભાઈ ગંભીરભાઇ ચૌહાણ, દીલુ વલકુભાઇ ભુંકણને દારૂ બિયરના ટીન,કાર અને મોબાઇલ મળી કુલ રૂ.૨,૪૬,૮૧૪ ના મુદામાલ સાથે ઝડપી લઈ બન્ને શખ્સ વિરૂધ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News