9 દિવસના વિરામ બાદ કોરોનાથી 2 દર્દીનાં મોત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-09 10:44:00
  • Views : 204
  • Modified Date : 2021-03-09 10:44:00

    જિલ્લામાં કોરોનાના નવા 13 સહિત કુલ 8264 કેસ થયા છે. જોકે છેલ્લા 9 દિવસના વિરામ બાદ સારવાર દરમિયાન 85 વર્ષીય અને 64 વર્ષીય વૃદ્ધોના મોત નિપજ્યા છે. આથી કોરોનાથી જિલ્લામાં અત્યાર સુધી કુલ 601 દર્દીઓના મોત થયા છે. સઘન સારવારને અંતે વધુ 11 દર્દીઓ સાજા થતાં કોરોનાને હરાવનાર વ્યક્તિઓનો આંકડો 7452એ પહોંચ્યો છે. સંક્રમિતોમાં 4 મહિલા અને 9 પુરૂષ દર્દીઓનો સમાવેશ થાય છે. મનપા વિસ્તારમાંથી સંક્રમિતો 45 વર્ષથી 69 વર્ષના વ્યક્તિઓ છે.

    જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 25 વર્ષથી 62 વર્ષની વ્યક્તિઓનો સમાવેશ થાય છે. મનપા વિસ્તારમાંથી સેક્ટર-1માંથી 62 વર્ષીય મહિલા, 62 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-5ની 45 વર્ષીય ગૃહિણી, સેક્ટર-27ના 65 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-6ના 69 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-14ની 59 વર્ષીય ગૃહિણી કોરોનામાં સપડાઇ છે. સંક્રમિતોના સંપર્કવાળા 13 વ્યક્તિઓને કોરન્ટાઇન કર્યા છે. ગાંધીનગર તાલુકાના નવા 7 કેસમાં કુડાસણમાંથી 62 વર્ષીય વૃદ્ધ, 25 વર્ષીય યુવાન, રાંદેસણના 50 વર્ષીય વેપારી, અડાલજની 57 વર્ષીય ગૃહિણી, મોટા ચિલોડાના 48 વર્ષીય યુવાન, લવારપુરના 43 વર્ષીય ખેડુત, ભોંયણરાઠોડનો 29 વર્ષીય યુવાનો કોરોનાગ્રસ્ત થયો છે.

Download Our B K News Today App



Related News