પાલનપુર તાલુકાના વેડંચા ગામે ફૂડ પોઇઝનિંગથી બે પશુઓના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-23 11:48:59
  • Views : 531
  • Modified Date : 2020-04-23 11:48:59

પાલનપુર તાલુકાના વેડંચા ગામે ફૂડ પોઇઝનિંગથી બે
પશુઓના મોત થતા પશુ માલિક દ્વારા લીલા ઘાસચારાના વેપારી સામે હલકી ગુણવત્તાવાળો ઘાસચારો પધરાવી દીધો હોવાના આક્ષેપ થતા પાલનપુર તાલુકા પોલીસ તેમજ પશુ ચિકિત્સાલય ડોક્ટરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. વેડંચા ગામના ચિંતનકુમાર જયંતિલાલ પટેલ કે જેઓ
પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે જેઓએ બે દિવસ અગાઉ સમો ગામે રહેતા હિમાંશુ યોગેશભાઈ પટેલ નામના લીલા ઘાસચારાના
વેપારી પાસેથી એક ટ્રેક્ટર જેટલો લીલો ઘાસચારો ખરીદ્યો હતો. જે લીલો ઘાસચારો
પશુઓને ખવડાવતા તેમની બે ગાયોના મોત થતા આ વેપારી દ્વારા હલકી ગુણવત્તાવાળો લીલો ઘાસચારો પધરાવવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે
પાલનપુર તાલુકા પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ આપતા પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને પશુઓના મોત અંગે જાણવા જોગ ફરિયાદ લઇ
આજુબાજુના સરકારી પશુ ચિકિત્સા ડોક્ટરોને બોલાવી આ બંને ગાયોના પીએમ કરાવી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યારે
પશુ માલિક દ્વારા મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમોએ સમો ખાતેથી લીલા ઘાસચારાના
વેપારી પાસેથી લીલો ઘાસચારો લાવ્યો હતો તે ઘાસચારો હલકી ગુણવત્તાવાળો હોવાના કારણે અમારી બે ગાયો અંદાજિત કિંમત રૂ એક લાખથી પણ વધારેની ગાયોના મોત
નિપજ્યા છે. ત્યારે પોલીસે
પણ આ ઘટનાની સત્ય તપાસવા માટે ગાયોના પીએમ કરાવી પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સત્ય સામે આવશે તેવું  જણાવવામાં આવ્યું હતું. ત્યારે આ પશુઓના મોત કયા કારણોસર નિપજય, તે તો હવે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે.  પરંતુ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે, તેમજ પશુ માલિકને
પણ મોટું નુકસાન સહન કરવાની નોબત આવી છે.

Download Our B K News Today App



Related News