ઉદેપુરના કનૈયાલાલનું ‘સર તન સે જુદા’ કરનારા 11 પૈકી 2 આરોપી કરાંચીમાં છે

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-24 16:01:35
  • Views : 427
  • Modified Date : 2022-12-24 16:01:35

રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયાલાલ હત્યાકાંડમાં પાકિસ્તાની કનેક્શનની આશંકા સાચી સાબિત થઈ છે. હત્યાકાંડના 177 દિવસ પછી ગુરુવારે એનઆઇએએ સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે એમાં આ ઘટસ્ફોટ થયો છે. આ આખી ઘટનાને આંતકી મોડ્યૂલ માનવામાં આવી રહી છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે દેશભરમાં ડરનો માહોલ ઊભો કરવા માટે આ હત્યા કરવામાં આવી છે. મુખ્ય આરોપીઓ રિયાઝ અને ગૌસ મોહમ્મદ સહિત 11 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે, જેમાંથી બે પાકિસ્તાની પણ સામેલ છે.

એનઆઇએએ પોતાની ઇન્વેસ્ટિગેશનમાં કરાચીમાં રહેનારા બે લોકોને આ કેસ સાથે જોડ્યા છે. જોકે અત્યારસુધીમાં એ ક્લિયર નથી થયું કે પાકિસ્તાનના એ બન્ને આરોપીનો આ મર્ડરમાં શું અને કેવો રોલ રહ્યો હશે? આ બન્ને યુવક અનેક ગ્રુપના એડમિન હોવાની સાથે ભડકાઉ મેસેજ પણ કરતા હતા. આ તમામ આરોપીઓ આ ગ્રુપ સાથે સંકળાયેલા હતા. બન્ને હાલમાં એનઆઇએની પકડથી દૂર છે.

એનઆઇએના કેસ માટે સ્પેશિયલ કોર્ટના જજ રજા પર હોવાને કારણે કોર્ટે ઓફિસ રિપોર્ટ માટે 3 જાન્યુઆરી, 2023ની તારીખ નક્કી કરી છે. તમામ આરોપીઓને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યા નથી.

જયપુરની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવેલી ચાર્જશીટમાં એનઆઇએની ટીમે 11 લોકોને આરોપી બનાવ્યા છે. ચાર્જશીટમાં સ્પષ્ટ લખ્યું છે કે આરોપીઓએ આતંકવાદી મોડ્યૂલ તરીકે કામ કરીને બદલો લેવાનું કાવતરું ઘડ્યું હતું. આરોપીઓ કટ્ટરપંથી હતા અને તેઓ ભારત સહિત વિશ્વભરમાંથી આવતા વાંધાજનક ઓડિયો-વીડિયો-સંદેશાઓથી પ્રેરિત હતા. બન્ને આરોપીએ દેશભરમાં ભયાનક રીતે અંજામ આપવા માટે છરીઓ અને હથિયારો રાખ્યા હતા.

કન્હૈયાલાલની ફેસબુક પોસ્ટ અંગે આરોપીઓના મનમાં ગુસ્સો હતો. કટ્ટરવાદી હોવાને કારણે સમગ્ર ભારતમાં આતંક ફેલાવવાના હેતુથી આરોપીઓએ હત્યાનો વીડિયો બનાવીને વાઇરલ કર્યો હતો. તેણે ઈસ્લામ વિરૂદ્ધ લખવા બદલ ભારતના લોકોમાં ભય અને આતંક ફેલાવવાના ઈરાદા સાથે અન્ય એક ધમકીભર્યો વીડિયો પણ શૂટ કર્યો હતો.

આ કેસમાં પહેલી એફઆઇઆર 29 જૂને ઉદયપુરના ધનમંડી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. આ પછી એ જ દિવસે એનઆઇએએ કેસ ફરીથી નોંધ્યો અને એની તપાસ શરૂ કરી હતી. ચાર્જશીટમાંથી એવું બહાર આવ્યું છે કે આરોપીઓએ ટેરર ​​ગેંગ મોડ્યૂલ તરીકે કામ કરીને બદલો લેવાનું કાવતરૂં ઘડ્યું હતું.

ઉલ્લેખનીય છે કે 28 જૂનના રોજ કન્હૈયાલાલ સાહુના રિયાઝ અને ગૌસ મોહમ્મદે માલદાસ સ્ટ્રીટ વિસ્તારમાં આવેલી કન્હૈયાલાલની દુકાનમાં જ તેના પર તીક્ષ્ણ હથિયારથી તેની ગરદન કાપી નાખી હતી. 

Download Our B K News Today App



Related News