ડીસાના ઝેરડા-પમરૂં ત્રણ રસ્તા પર અકસ્માત ઃ બેના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-01 11:14:41
  • Views : 303
  • Modified Date : 2021-03-01 11:14:41

બનાસકાંઠા  જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતના બનાવો વધુમાં વધુ બની રહ્યા છે ત્યારે ડીસા તાલુકાના ઝેરડા પાસે વહેલી સવારે બાઇક ચાલકને
પાછળથી શિફ્ટ ગાડીએ ટક્કર મરતા બાઇક ચાલકનું ઘટનાં સ્થળે મોત નીપજ્યું હતું.  શિફ્ટ ગાડી ચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો હતો.
ડીસા તાલુકાના ટેટોડા ગામના ભીખાભાઈ જવાભાઈ પટેલ અને સવાભાઈ પટેલ ઘરેથી પોતોનું બાઇક નં. જીજે૮  ૦૮૯૧૫ લઈ કામ અર્થે ઝેરડાં તરફ આવી આવી રહ્યા હતા ત્યારે પમરું ત્રણ રસ્તા પાસે
પાછળથી આવી રહેલ અજાણી શિફ્ટ કારે પુર ઝડપે આવી ટકકર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક ચાલક રોડ પર પટકતા લોહી લુહાણ થતા ગંભીર ઇજાગ્રસ્ત થતા ભીખાભાઈ
પટેલનું ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું હતું અને સવાભાઇ
પટેલને ગંભીર ઈજાઓ થતા સાર વાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ભીખાભાઈના મોતથી  ટેટોડા ગામમા શોકનો માહોલ છવાયો હતો.  બનવાની જાણ થતા લોકોના ટોળે ટોળાં ઘટનાં સ્થળે  અને ટોલ ટેક્સના કર્મચારીઓ દોડી આવ્યા હતા અને લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સારવાર દરમિયાન સાવભાઈનું પણ મોત નીપજ્યું હતું.

Download Our B K News Today App



Related News