બનાસકાંઠામાં સર્પદંશથી બે વ્યકિતઓના કરૂણ મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-29 12:15:22
  • Views : 1179
  • Modified Date : 2019-08-29 12:15:22

બનાસકાંઠા જિલ્લામાં દાંતા અને કાંકરેજ તાલુકાના
જમણાપાદર ગામે સર્પદંશથી એક યુવક અને બાળકનું મોત થતાં અરેરાટી પ્રસરી જવા પામી હતી. જ્યાં દાંતામાં રેફરલ હોસ્પિટલના તબીબની
બેદરકારીથી યુવકનું મોત થયું હોવાના આક્ષેપ ઉઠવા પામ્યા છે.
બનાસકાંઠામાં બુધવારે
સર્પદંશની ઘટનામાં બે
વ્યકિતઓના મોત નિપજ્યા હતા. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ દાંતા ખાતે રહેતા સંતોષભાઇ કાબુભાઇ મેડાને સાપે દંશ માર્યો હતો. જેને દાંતા રેફરલ હોસ્પિટલમાંથી વધુ સારવાર અર્થે પાલનપુર ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતુ. આ અંગે મૃતકના
પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, દાંતા રેફરલ
હોસ્પિટલના જવાબદાર તબીબે યુવકને સારવાર આપ્યા બાદ રજા આપી દીધી હતી. જેને ઘરે લઇ ગયા બાદ ઝેરની વધુ અસર થતાં હાલત કથળી હતી. જેથી પુનઃ દાંતા રેફરલમાં લઇ જવાતાં તબીબે આગળ સારવાર અર્થે લઇ જવા કહ્યું હતુ. જેને
પાલનપુર ખસેડાતાં મોત
નિપજ્યું હતુ. જ્યારે બીજી ઘટનામાં કાંકરેજ તાલુકાના જમણા પાદર ગામના ઠાકોર ચંદનજી દયાલજી ઠાકોરનો ધોરણ પાંચમાં અભ્યાસ કરતો
પુત્ર  વિક્રમ (ઉ.વ. ૧૧) બુધવારે વહેલા પોતાનું દફતર લેવા માટે ઘરમાં પડેલી એરંડાની બોરીઓ પાસે ગયો હતો. ત્યારે સાપે દંશ માર્યો હતો. જેને સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યો હતો. ત્યારે માર્ગમાં કરૂણ મોત
નિપજ્યું હતુ. જેના મૃતદેહનું શિહોરી સરકારી હોસ્પિટલમાં પીએમ કરાયું હતુ.

Download Our B K News Today App



Related News