ડીસા બનાસ પુલ પર ટ્રેક્ટર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત ઃ બે ના મોત, ત્રણને ઇજા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-13 11:15:21
  • Views : 667
  • Modified Date : 2020-10-13 11:15:21

ડીસા બનાસ નદીના પુલ
ઉપર સોમવારે બપોરના સુમારે ટ્રેકટરને પાછળથી આવી રહેલી ટ્રેલરના ચાલકે ટક્કર મારતા ટ્રેક્ટરચાલક અને એક મજુરનું ટ્રેલરના ટાયર નીચે ચગદાઈ જતા કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ થતા ડીસા બાદ વધુ સારવાર અર્થે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ડીસા તાલુકાના માલગઢ ગામે આવેલ શ્રી રામાબાપુ ગૌશાળાની ગાયો માટે માલગઢના કાંતિભાઈ ઉકાજી માળી (ગેલોત) સોમવારે બપોરે પોતાનું જીજે ૦૮ બીએચ ૩૯૩૨ નંબરનું ટ્રેકટર લઇ દાંતીવાડા તાલુકાના ભાખર ખાતે ગાયો માટે ઘાસચારો કરવા માટે જઈ રહ્યા હતા. દરમિયાન ડીસાની બનાસ નદીના પુલ પર પહોંચતા જ પાછળથી આવી રહેલા આરજે ૧૯ જીઇ ૧૭૫૭ નંબરના ટ્રેલરચાલકે પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી ટ્રેક્ટરને
પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આથી ટ્રેક્ટર અને ટ્રોલી અલગ થઈ થઇ જતાં ટ્રેક્ટર રોડ પર પલટી ખાઈ ગયું હતું. આથી ટ્રેક્ટર ચાલક અને એક મજુર ટ્રેલરના ટાયર નીચે આવી જતા બંને જણાના ચગદાઈ જવાથી કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તેમજ અન્ય ત્રણ ઇજાગ્રસ્તોને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે
પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ડીસા તાલુકા પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ મૃતકની લાશને ડીસા સિવિલ હોસ્પિટલમાં પી.એમ. માટે લઈ જવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News