જુનાડીસા-લુણપુર માર્ગ પર અકસ્માત ઃ બેના મોત, બે ને ઈજા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-11 10:57:14
  • Views : 5448
  • Modified Date : 2020-10-11 10:57:14

ડીસાથી છ કિલોમીટર દૂર આવેલા જુનાડીસાથી લુણપુર જતા માર્ગ ઉપર શનિવારે બપોરે બે બાઇકચાલકો સામસામે ટકરાયા હતા. આ જોરદાર ટક્કરના પગલે બંને બાઇકચાલકના કરૂણ મોત
નીપજયા હતા. આ ઘટનાના
પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. જ્યારે મૃતકોની લાશને ડીસા સિવિલ
હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. બંને બાઇક વચ્ચે ટક્કર એટલી ભયંકર હતી કે બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ જ લેતો નથી. જિલ્લામાં એક પછી એક અનેક નાના-મોટા અકસ્માત સર્જાઈ રહ્યા છે. છેલ્લા એક મહિનામાં અનેક લોકોએ
પોતાની મહામૂલી જિંદગી અકસ્માતમાં ગુમાવી છે. આ અકસ્માત ક્યારેક ગફલતભર્યા ડ્રાઇવિંગના કારણે થાય છે. તો ક્યારેક હેવી મોટા વાહનોના ઓવરટેક કરવાના ચક્કરમાં અકસ્માત સર્જાતા હોય છે.  ત્યારે શનિવારે બપોરે જુનાડીસા-લૂણપુર રોડ પર બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં પુરપાટ ઝડપે આવી રહેલી બે બાઈક સામ સામે ટકરાતા સર્જાયેલા અકસ્માતમાં બંને બાઇકના કચ્ચરઘાણ નીકળી ગયા હતા. આ અકસ્માત એટલો ભયંકર હતો કે તેમાં બાઇકચાલક અભુજી ઠાકોર તથા ટીનાભાઈ સારાભાઈ ઠાકોરનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. બનાવના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે બંનેના મૃતદેહને ડીસા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News