રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ, 98 લોકો સવાર હતા; બેના મૃતદેહો મળ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-22 17:52:33
  • Views : 995
  • Modified Date : 2020-05-22 17:58:25

પાકિસ્તાન એરલાયન્સનું પેસેન્જર પ્લેન એરબસ A-320 કરાચી નજીક રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું છે. આ પ્લેન લાહોરથી કરાચી આવી રહ્યું હતું. લેન્ડિંગની થોડી મિનિટો પહેલાજ તેનું એન્જિન ફેઈલ થઈ ગયું હતું. પ્લેનમાં આગ લાગી ગઈ હતી અને કરાચીના ઝિન્હા ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પહોંચતા પહેલા ક્રેશ થઈ ગયું હતું.  પ્લેનમાં 91 મુસાફર અને 7  ક્રુ મેમ્બર્સ મળીને કુલ 98 લોકો સવાર હતા. જેમાં 51 પુરુષો, 31 મહિલાઓ અને 9 બાળકો સામેલ હતા. એક પાંચ વર્ષના બાળકનો અને એક સિનિયર પત્રકાર અંસારી નકવીનો મૃતદેહ મળ્યો છે.  તમામ લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. જોકે હજી સુધી સત્તાવાર મોતનો આંક જાહેર કરવામાં આવ્યો નથી. આ પ્લેન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હોવાથી ઘણાં ઘરોને પણ નુકસાન થયું છે.

Download Our B K News Today App



Related News