અંબાજી નજીક ચામુંડા માતાજીના મંદિર નજીક ૧૨મી સદીની જૈન ધર્મની ૮૨૨ વર્ષ જૂની બે મૂર્તિઓ નીકળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-02 11:06:10
  • Views : 327
  • Modified Date : 2021-01-02 11:06:10

શુક્રવારે સાંજે વસી ગ્રામ પંચાયતના દીવડી ગામની સીમમાં ચામુંડાજી માતાજીનું પૌરાણિક મંદિર આવેલું છે. જે ૧૯૮૫ માં સર્વે નંબર ૧૩૭ વાળી જમીન પંચાયતના રેકર્ડ મુજબ સીટ નંબર ૩ નોંધ નંબર ૧૦૫થી ચામુંડાજી મંદિરના નામે આ જમીન ફાળવવામાં આવી હતી. જે ઘણા સમયથી જમીન પડી રહેલ હોઈ જમીનમાં ગાંડા બાવળનું સામ્રાજ્ય  થઈ ગયું. જેના કારણે મંદિરે દર્શનાર્થે આવતા યાત્રિકોને
પણ અગવડતાનો સામનો કરવો પડતો. જેથી ગામલોકો તેમજ દર્શનાર્થે આવતા યાત્રાળુઓએ ભેગા મળી આ જમીનને સમતળ કરી માતાજીના મંદિર સુધી સરળતાથી જઇ શકાય એ હેતુથી સફાઈ કામ કરતા હતા. જેમાં જીસીબીથી સફાઈ કામ કરતા જેમાં મૂર્તિના અવશેષ દેખાયા. જેને બહાર કાઢતા આ બે મૂર્તિઓ જૈન ધર્મના પાશ્વનાથ ભગવાનની આશરે ૮૨૨ વર્ષ જૂની જાણવા મળતા ગામલોકો દ્વારા તાત્કાલિક મામલતદાર કચેરી જાણ કરવામાં આવી. આ બાબતે અધિકારી સ્થળ ઉપર આવી પંચનામું કરી મૂર્તિઓ ગ્રામ
પંચાયત વચ્ચે મૂકવામાં આવી હતી. તંત્ર દ્વારા પુરાતત્વ ખાતામાં જાણ કરવાની તજવીજ કરવામાં આવી.
આ સર્વે નંબર ૧૩૭ મા પુરાતત્વ ખાતા દ્વારા ખોદકામ કરવામાં આવે તો
પૌરાણિક ચીજ વસ્તુઓ મળી આવે તેવું સ્થાનિક પ્રજાનું માનવું છે કે, તેમજ સર્વે નંબર ૧૩૭ માં જેટલા દબાણો કરેલા છે એ પણ ખુલ્લા થાય તેવી ગામ લોકોની માંગણી છે.

Download Our B K News Today App



Related News