ઉણ નજીક ગમખ્વાર અકસ્માત ઃ બે મોત ઃ બે ઘાયલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-13 11:06:53
  • Views : 313
  • Modified Date : 2021-03-13 11:06:53

રાધનપુરથી થરા નેશનલ હાઇવે પર ઉણથી થરા જતા હાઇવે વળાંકમાં બે ટ્રક વચ્ચે ભંયકર અકસ્માત સર્જાયો હતો. તેમાં બેવ્યક્તિનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બંન્ને લાશોને ભારે જહેમત બાદ કાઢવામાં આવી હતી. તે સમય દરમિયાન સામેની બાજુમાં વાહનોની ભીડ થતા બીજાે એક્સીડન્ટ થયો હતો. તેમાં ડ્રાઇવરના પગમાં ફેકચર થતા થરા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઘટના સ્થળે માણસોના ટોળેટોળાં જાેવા માટે આવ્યા. અને ૧૦૮ એમ્બ્યુલસ આવતા બે મૃત્યુ પામેલા મૃતદેહને
પીએમ માટે થરા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
થરા તરફથી આવતું એક આઇસર ગાડી નંબર યુપી.૬૬.ટી.૫૭૪૩ ઉણ નજીક વળાંકમાં બ્રેક ડાઉન થયેલ ટ્રેઈલર નંબર આરજે.પર.જીઈ.૭૭૮૫. જે રોડ ઉપર ઉભું હોવાથી
પાછળથી આઇસર ગાડીનો ડ્રાઇવર  તૂટેલ રોડના કારણે
સ્ટેરીંગ ઉપરથી બેકાબુ થવાથી ઉભા ટ્રેલરની પાછળના ભાગમાં ટકરતા આઇસર ડ્રાઇવર અને ખલાસીને હાથ અને પગના ભાગમાં ફેક્ચર જેવું જાણવા મળતા થરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાવામાં આવેલ.
રાધનપુરથી થરા નેશનલ હાઇવે પર ઉણથી થરા જતા હાઇવે ગોળીમાં બે ટ્રક વચ્ચે ભંયકર અકસ્માત સર્જાયો હતો. તેમાં પણ બે વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બંન્ને લાશોને ભારે જહેમત બાદ કાઢવામાં આવી હતી. તે સમય દરમિયાન સામેની બાજુમાં વાહનોની ભીડ થઇ હતી. અને બંને ઘટના સામ સામી અને બંને અકસ્માતો એક કલાકના સમયે થયેલ જાણવા મળેલ. નેશનલ હાઇવેની મોટી બેદરકારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેશે.  આ તંત્ર ઘોર નિદ્રામાંથી હવે કયારે જાગે તે જાેવાનું રહ્યું.

Download Our B K News Today App



Related News