200 કરોડના ડ્રગ્સ કેસમાં વધુ 2 આરોપીની ધરપકડ

  • Published By :
  • Published Date : 2022-09-17 17:57:06
  • Views : 182
  • Modified Date : 2022-09-17 17:57:06

બન્ને આરોપીઓને ભુજ NDPS કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ કરાઈ હતી. જેમાં ભુજ NDPS કોર્ટે અગાઉ ઝડપાયેલા 6 આરોપી સાથે આ આરોપીઓના પણ 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. તાજેતરમાં જ ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાના વધુ એક નાપાક ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ગુજરાત ATS  અને કોસ્ટગાર્ડની ટીમે આંતરરાષ્ટ્રીય જળસીમામાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું  હતું. તેમજ ડ્રગ્સના જથ્થા સાથે 6 પાકિસ્તાની શખ્સોની ધરપકડ પણ કરી છે. પંજાબની જેલમાંબંધ નાઈજીરીયન શખ્સે આ ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ નાઇજીરીયન શખ્સ પંજાબની જેલમાંથી જ ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો હોવાનું સામે આવ્યુ છે. હાલ ગુજરાત પોલીસ ATS અને કોસ્ટગાર્ડની ટીમ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત સાથે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.આ ડ્રગ્સ પંજાબની જેલમાં બંધ નાઇજીરીયન શખ્સે આ ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે, ત્યારે વધુ પુછપરછ માટે ગુજરાત ATSની ટીમ પંજાબ જશે. તમને જણાવી દઈએ કે પંજાબ પોલીસને પણ આ ડ્રગ્સ ખેપની માહિતી આપવામાં આવી છે. નોંધનીય છે કે આ વર્ષે આશરે 3600 કરોડનું ડ્રગ્સ જપ્ત કરી ગુજરાત ATS મોટુ એપરેશન પાર પાડ્યુ હતુ. કચ્છના જખૌથી ATSએ ઝડપેલા 200 કરોડ ડ્રગ્સ કેસ મામલે આજે વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 

Download Our B K News Today App



Related News