હળદરમાં પણ મિલીભગત થરાદની અન્નપૂર્ણા કાઠીયાવાડી હોટલને બે લાખ રૂપિયાનો દંડ કરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-24 09:52:00
  • Views : 3242
  • Modified Date : 2020-10-24 09:52:00

એકબાજુ કોરાના વાયરસ ચાલી રહ્યો છે અને બીજી બાજુ હોટલોવાળા લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરી રહ્યા છે. ત્યારે ફ્રુડ સેફ્ટી અધિકારીઓ દ્વારા વારંવાર તપાસ હાથ ધરવામાં આવતી હોય છે. જેમાં થરાદ ખાતે સાંચોર હાઇવે પર આવેલી અન્નપૂર્ણા કાઠીયાવાડી હોટલમાં અગાઉ હળદરનું સેમ્પલ લેવામાં આવ્યું હતું અને તે સેમ્પલ સબસ્ટાન્ડર્ડ હોવાનું ખૂલતાં ફ્રૂડ સેફ્ટી વિભાગે સમગ્ર કેસ જિલ્લા કલેકટર કચેરીમાં મોકલતા કચેરી દ્વારા હોટલના સંચાલકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં થરાદની અન્નપૂર્ણા કાઠીયાવાડી હોટલને બે લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેમાં ઉલ્લેખનીય છે કે થરાદ ખાતે આવેલી અન્નપૂર્ણા કાઠિયાવાડી હોટલમાંથી હળદર લેવાયેલું સેમ્પલ વડોદરાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું. જ્યાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે
પરીક્ષણ સબસ્ટાન્ડર્ડ આવ્યું હતું હતું. જે કેસ નિવાસી અધિક કલેકટરની કોર્ટમાં ચાલી જતાં અન્નપૂર્ણા હોટલને રૂપિયા બે લાખનો દંડ કરવામાં આવ્યો હતો.  તેમજ બીજી હોટલના સંચાલકોમાં ફફડાટ થવા પામ્યો હતો.

Download Our B K News Today App



Related News