2 કિ.મી.ના વિદ્યાર્થી જેઓ પગ પર યુનિવર્સિટી આવ્યા હતા તેઓએ કહ્યું હતું કે જો બીઆરટીએસ અને એએમટીએસ બંધ હોય તો પરીક્ષા ઓનલાઇન રદ થવી જોઈએ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-18 13:47:20
  • Views : 270
  • Modified Date : 2021-03-18 13:47:20

    અમદાવાદમાં કોરોનાના કેસ વધતા તંત્ર દ્વારા રાતોરાત BRTS/AMTS, રિવર ફ્રન્ટ,જીમ, સ્પોર્ટ્સ ક્લબ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આજથી ગુજરાત યુનિવર્સિટીની પણ પરિક્ષા શરૂ થઈ છે. જેમાં અનેક વિદ્યાર્થીઓ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી આવે છે અને પરિક્ષા ફરજીયાત ઓફલાઈન લેવામાં આવી રહી છે જેના કારણે અનેક વિદ્યાર્થીઓ મુશ્કેલી સાથે પરિક્ષા આપવા પહોંચ્યા છે. તેમનું કહેવું છે કે રીક્ષાવાળાઓ બસો બંધ હોવાથી વધારે ભાડુ વસુલી રહ્યાં છે અને અવરજવરમા સમયનો પણ બગાડ થઈ રહ્યો છે. જો બધું જ બંધ રાખવું હોય તો પરીક્ષા ઓનલાઈન રાખવી જોઈએ અથવા તો રદ કરવી જોઈએ.

    પરિક્ષા આપવા આવેલ નયન ચાવડા નામના વિદ્યાર્થીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું તે રોજ બસમાં આવે છે. બસમાં શાંતિથી આવી શકાય છે. બસ બંધ થતાં આજે રિક્ષામાં આવ્યા છે. રિક્ષા વાળા બેફામ ભાડા લઈ રહ્યા છે. ઓફલાઈન પરિક્ષા આપવાની જ ઈચ્છા છે. પરિક્ષા 12 વાગ્યાની છે પરંતુ બસ બંધ હોવાથી સવારે 9 વાગે ઘરેથી નીકળી ગયા છીએ. રિક્ષા વાળા ડબલ ભાડા વસૂલે છે.


    દુષ્યંત નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે તે રોજ BRTSમા આવે છે અને 20 રૂપિયા જ ભાડું થાય છે. આજે રિક્ષાનું ભાડું 60 રૂપિયા થયું છે. તે મધ્યમ વર્ગીય પરિવારથી આવે છે જેથી આટલું ભાડું પણ આપવામાં તકલીફ પડે છે. રોજ BRTS મા 1 કલાક થાય છે પરંતુ આજે રિક્ષા અલગ અલગ જગ્યાએ ઊભી રહી એટલે 2 કલાક જેટલો સમય થયો છે. યુનિવર્સિટી દ્વારા પરિક્ષા રદ કરવી જોઈએ અથવા ઓનલાઇન લેવી જોઈએ.

    કાર્તિક નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે તે બાપુનગરની આવે છે અને આજે સવારે બાપુનગરથી કાલુપુર સુધી રિક્ષામાં ગયો હતો. બાદમાં કાલુપુરથી ઈન્કમટેકસ સુધી બીજી રિક્ષામાં આવ્યો હતો. યુનિવર્સિટી સુધી આવવાનું હતું પરંતુ ઈન્કટેકસથી રિક્ષાની ભાડું વધુ હોવાથી 2 કિમી ચાલીને યુનિવર્સિટી સુધી પહોંચ્યો હતો.આ રીતે અગવડતા સાથે પરિક્ષા આપવી પડે છે તો AMTS /BRTS બંધ હોય તો પરિક્ષા રદ કરવી અથવા ઓનલાઇન લેવી જોઈએ જેથી હેરાનગતિ ના થાય.

    આજથી BCOM ,B.A ,BSC. LLM, LLB. BCA. BEDની પરીક્ષા યોજાઈ રહી છે. ત્યારે અમદાવાદમાં AMTS અને BRTS બસો બંધ થતાં ગુજરાત યુનિવર્સિટીએ નિર્ણય લીધો છે કે જે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર પહોંચી નહીં શકે એવા વિધાર્થીઓ વૈકલ્પિક વ્યવસ્થા થશે


Download Our B K News Today App



Related News