ડીસાના જીવદયા કાર્યકરોએ બનાસ પુલ પરથી ઘેટાં-બકરા ભરેલા બે જીપડાલા ઝડપ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-13 11:36:24
  • Views : 312
  • Modified Date : 2021-02-13 11:36:24

ડીસા બનાસ નદીના પુલ ઉપર શુક્રવારે વહેલી સવારે જીવદયા કાર્યકરોએ ગેરકાયદેસર રીતે કતલખાને લઇ જતાં ઘેટા બકરા ભરેલા બે
જીપડાલા ઝડપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ડીસા શહેરમાં વહેલી સવારે અનેક વાહનોમાં ગેરકાયદેસર રીતે અબોલ પશુઓને કતલખાને લઇ જવામાં આવતા હોવાની બાતમી એકતા એજ લક્ષ સંગઠનનાં કાર્યકર હિમાલય માલોસણીયા, મનીષ ભાટ, નમન પુરોહિત, દિનેશભાઈ ચૌધરી, અમરતભાઈ રબારી ને મળી હતી. આથી આ તમામ જીવદયા કાર્યકરો શુક્રવારે વહેલી સવારે આખોલ ચાર રસ્તા પર વોચમાં બેઠા હતા. જે દરમ્યાન બનાસ પુલ પર જીજે ૧૬ એકસ-૪૦૫૧ અને જીજે ૧૮ એટી ૧૭૩૬ નંબર ના પીકઅપ ડાલા આવતા રોકવાનો ઇશારો કરતાં બન્ને ચાલકો ગાડી મુકી ફરાર થઇ ગયા હતા. જીવદયા કાર્યકરોએ બન્ને જીપડાલામા તપાસ કરતાં ૫૮ જીવતા અને બે મૃત મળી ૬૦ ઘેટા બકરા મળી આવ્યાં હતાં.
આથી ડીસા તાલુકા પોલીસ મથકે હિમાલયકુમાર રમેશભાઇ માલોસણીયા (રહે. દાતીવાડા કોલોની) એ ફરીયાદ નોંેધાવતા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હે.કો. અમૃતભાઇ દેસાઇ ચલાવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News