પોષડોડાની હેરફેર કરતાં બે ઈસમોને પકડી પાડતી થરાદ પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-21 11:29:57
  • Views : 571
  • Modified Date : 2020-07-21 11:29:57

થરાદ પોલીસ તેમજ એસ.ઓ.જી. પાલનપુર વહેલી સવારે ખોડા ચેકપોસ્ટના ગામોમાં પેટ્રોલિંગ કરતી હતી ત્યારે બાતમી મળી હતી કે  સાંચોર તાલુકાના નૈનોલ ગામના મૌસારમ લખ્ખારામ આલ પોતાની બોલેરો ગાડી નં. જી.જે. ૦૧ એચ.એન. ૧૭૬૧  વગર પરમીટે ગાડીમાં પોષડોડાનો ૩૫ કિલો જથ્થો ગુજરાતના બોર્ડર પરના ગામ ચાંગડામાં પોતાના સાળા ગણફતલાલ પરખારામના ઘરે પહોંચાડવાની તીજવીજ હાથ ધરી હતી. આથી પેટ્રોલિંગ કરતા એસ.ઓ.જી.ના સ્ટાફે ગાડી અને મુદ્દામાલ ઝડપી બન્ને આરોપીઓને થરાદ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા. થરાદ પી.એસ.આઈ. કે.પી.ગઢવી દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. એક લાખનો પોષડોડાનો જથ્થો, પાંચ લાખની ગાડી તેમજ મોબાઈલ સાથે છ લાખનો મુદ્દામાલ પકડી બન્ને આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News