ડીસા બનાસનદી પુલ પર એસ.ટી બસની ટકકરે ટ્રેક્ટરમાં સવાર 2 ખેડૂતોના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-11 13:06:15
  • Views : 1048
  • Modified Date : 2021-11-11 13:06:15

 

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક મહિનામાં અત્યાર સુધી અનેક નાના-મોટા અકસ્માતો સર્જાયા છે વારંવાર સર્જાતા નાના-મોટા અકસ્માતો માં અનેક લોકો મોતને પણ ભેટે છે ખાસ કરીને રાત્રિનાં સમયે મોટા હેવી વાહનોના ગફલત ફર્યા ડ્રાઇવિંગ ના કારણે વારંવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વારંવાર સર્જાતા અકસ્માતના પગલે પોલીસ દ્વારા પુરપાટ તે રાત્રિના સમયે ચાલતા હેવી વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો અકસ્માતો ઘટી શકે તેમ છે.

   ડીસા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતોના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે નવા વર્ષની શરૂઆત થતાની સાથે ડીસા તાલુકામાં અત્યાર સુધી અનેક અકસ્માતો સર્જાય છે અને આવા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક લોકો મોતને ભેટયા છે ત્યારે આજે બનાસ નદીના બ્રિજ પર સાંજે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.ડીસાથી ધાનેરા જતી એસ.ટી.બસે આગળ જતાં ટ્રેકટરને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

  ડીસાના બનાસનદી પુલ પર સર્જાયેલ અકસ્માતમાં ટ્રેક્ટરમાં સવાર બને ખેડૂતો તાલેગઢ ગામના છે અને ડીસા મગફળીનું વેચાણ કરવા આવ્યા હતા. મગફળીનું વેચાણ કર્યા બાદ ખાતરની ખરીદી કરીને પરત તાલેગઢ પહોંચી રહ્યા હતા તે દરમ્યાન બનાસ નદીના બ્રિજ પર પાછળથી આવી રહેલી ડિસાથી ધાનેરા જતી એસ.ટી.બસે ટક્કર મારતા ટ્રેક્ટરમાં સવાર બંને ખેડૂતોમાથી એક ખેડૂત રોડ પર પટકયો હતો જ્યારે અન્ય એક ખેડૂત ટ્રેક્ટરના ટાયર નીચે આવી જતાં બંને ખેડૂતોએ ઘટનાસ્થળ પર દમ તોડી દીધો હતો.

ઘટનાને પગલે ડીસા બનાસ નદીના બ્રિજ પર ભારે ચક્કાજામ સર્જાયો હતો. અને વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હતા અકસ્માતમાં મોતને ભેટેલા ખેડૂતોમાં ભૂરભાઈ ધનરાજભાઈ ચૌધરી અને તેમના કાકા કાનજીભાઈ ચૌધરીનું મોત નીપજયું છે. જે બાદ ઘટનાસ્થળે ડીસા તાલુકા પોલીસ પહોંચી ભારે જહેમત બાદ ટ્રાફિક હળવું કરવામાં આવ્યો હતો. ડીસા તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રેકટરને ઠક્કર મારનાર એસટી ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

 

Download Our B K News Today App



Related News