રાધનપુરના મોટીપિંપળી ગામેથી ગાંજા સાથે બે ઇસમો ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-25 12:00:48
  • Views : 396
  • Modified Date : 2019-12-25 12:00:48

રાધનપુર તાલુકાના
મોટીપિંપળી ગામે ગેરકાયદેસર ગાંજો રાખતા હોવાની બાતમી પાટણ એસ.ઓ.જી. ટીમને મળતા આ ટીમના
પી.એસ.આઇ.  એચ.એલ. જોષી અને વાય.બી. બારોટ
પોતાની ટીમ સાથે રાધનપુર તાલુકાના મોટીપિંપળી ગામે રહેતા શંકરભાઇ ડુંગરભાઇ આયરના ત્યાં પહોંચ્યા હતા અને તે બાબતે તપાસ હાથ ધરી હતી. જેમાં શંકરભાઇ આયરના પોતાના ઘરમાંથી ગાંજો મળી આવ્યો હતો. જેથી તે માલ કબ્જે લીધો હતો અને આ ગાંજો છે કે નહી તે માટેની તપાસ માટે એફ.એસ.એલ.ની ટીમને તાત્કાલિક મોટીપિંપળી ખાતે બોલાવી આ બાબતે તપાસ કરતા તે ગાંજો હોવાનું નક્કી થતા પોલીસે આ ગાંજાનો માપ કાઢતા તે ૧૪.૬૬૦ કિલો થયો હતો. જેથી પોલીસે ઘર માલિક શંકરભાઇ ડુંગરભાઇ આયર તેમજ તેમની સાથે સામેલ બલાભાઇ બાબુભાઇ રાવળ બન્ને રહે. મોટીપિંપળી તા. રાધનપુરવાળાઓને ઝડપી લીધા હતા તેમજ રાધનપુર
પોલીસ મથકે લાવી આ બન્ને ઇસમો સામે નાર્કોટિક્સની ફરિયાદ નોંધી તેમની પાસેથી મળી આવેલ ૧૪.૬૬૦ ગ્રામ ગાંજાની કિં.રૂ. ૧,૪૬,૬૦૦ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. બન્ને ઇસમોને જેલના હવાલે કર્યા હતા. ત્યારે બીજી તરફ
પોષ ડોડાનું રાધનપુરમાં મોટા પ્રમાણમાં વેચાણ થવા છતાં રાધનપુર પોલીસ દ્વારા કે જિલ્લાની ટીમો દ્વારા આ  પોષ ડોડાનું વેચાણ કરનાર ઇસમ સામે કોઇ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાથી અનેક તર્ક વિતર્ક ઉઠવા પામ્યા છે. ત્યારે બનાસકાંઠામાં એક મહિનામાં બે વખત પોષ ડોડાનો જથ્થો પકડી પાડવામાં આવેલ છે. તો પાટણ પોલીસવડા આ બાબતે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરે તેવુ લોકો જણાવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News