દાહોદ જિલ્લામાં 2 ડેમ થયા ઓવરફ્લો, અદલવાડા અને ઉમરિયા ડેમ છલકાયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-29 13:38:49
  • Views : 131
  • Modified Date : 2023-07-29 13:38:49

દાહોદ જિલ્લામાં સારા વરસાદને લઇ ડેમમાં નવા નીરની આવક થઇ છે. જિલ્લાના અદલવાડા અને ઉમરિયા બંને ડેમ પાણીથી છલોછલ થઇ ગયા છે. અદલવાડા ડેમમાં 100.99 ટકા જેટલા પાણીનો સંગ્રહ થયો છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદ થતા ડેમ છલકાઇ ગયો છે. જો કે, નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ધાનપુરના મોઢવા, રામપુર અને વેડ સહિતના ગામોને સાવચેત રહેવા સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે દેવગઢ બારિયાના પણ 9 ગામોને એલર્ટ અપાયું છે.આ તરફ દાહોદમાં ભારે વરસાદને કારણે બાવકા-જોહાઘેડ નાળા પર પાણી ફરી વળ્ય. કાતલીયા નદીમાં નવા નીરની આવક થતા નાળુ પાણીમાં ગરકાવ થયું. દાહોદમાં ગત રાત્રે પડેલા વરસાદથી નાળા પરથી પાણી ફરી વળ્યા. જેના કારણે બાવકા નિશાળથી જોહાઘેડ વચ્ચેનો સંપર્ક તૂટ્યો. ગામના લોકો જીવના જોખમે નાળા પરથી પસાર થવા મજબૂર થયા.

Download Our B K News Today App



Related News