અમિત શાહના પ્રવાસ પહેલા કાશ્મીરમાં આજે 2 અથડામણ

  • Published By :
  • Published Date : 2022-09-30 13:37:33
  • Views : 234
  • Modified Date : 2022-09-30 13:37:33

વધુ એક ટ્વિટમાં પોલીસે કહ્યું કે, ''બારામુલ્લાના યેદિપોરાના પટ્ટન વિસ્તારમાં અથડામણ શરૂ ગઈ છે. પોલીસ અને સુરક્ષા દળે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે.'' આપને જણાવી દઈએ કે, પોલીસ અને સુરક્ષા દળોને તે વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો. આપને જણાવી દઈએ કે, કેન્દ્રીય ગૃહમંત્રીના કાર્યક્રમની માહિતી આપતા ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાએ કહ્યું કે અમિત શાહ 3 ઓક્ટોબરની સાંજે જમ્મુ પહોંચશે અને પાર્ટીના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક કરશે. બીજા દિવસે તેઓ રઘુનાથ મંદિર જશે. તે જ દિવસે રાજૌરીમાં ભાજપની રેલીને સંબોધશે અને મોડી સાંજે શ્રીનગર જવા રવાના થશે. આ પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 5 ઓક્ટોબરે સવારે 10 વાગ્યે બારામુલ્લામાં પાર્ટીની વધુ એક રેલીને સંબોધિત કરશે. તમને જણાવી દઈએ કેઅમિત શાહ પહેલીવાર શ્રીનગરની બહાર કોઈ રેલીને સંબોધિત કરશે. રિપોર્ટ્સ અનુસાર, આ પહેલા તેઓ 30 સપ્ટેમ્બરે કેન્દ્રશાસિત પ્રદેશની ત્રણ દિવસની મુલાકાતે જમ્મુ પહોંચવાના હતા અને 1 ઓક્ટોબરે રાજૌરી અને 2 ઓક્ટોબરે બારામુલ્લામાં જાહેર સભાઓ યોજવાની હતી. જમ્મુ-કાશ્મીરના ભાજપ અધ્યક્ષ રવિન્દર રૈનાએ કાર્યક્રમમાં ફેરફારની જાણકારી આપી છે.જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો. ગૃહમંત્રી અમિત શાહની આ વિસ્તારની મુલાકાત પહેલા બારામુલ્લાના પટ્ટન વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ. પોલીસે ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી છે.

Download Our B K News Today App



Related News