તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-25 16:44:24
  • Views : 102
  • Modified Date : 2023-06-25 16:44:24

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ડોડીવાડા 2 બાળકો તળાવમાં ડૂબી જવાના સમાચાર સામે આવ્યા છે. તળાવ પાસે રમી રહેલા ચાર જેટલા બાળકો નહાવા માટે તળાવમાં પહોંચ્યા હતા અને તળાવમાં ડૂબકીઓ લગાવી હતી. આ દરમિયાન એક 12 વર્ષનો બાળક ડૂબવા લાગતા તેની બહેન તેને ચાવવા માટે થઈને તેની નજીક પહોંચી હતી અને તે પણ ડૂબી જવા પામી હતી. આમ ભાઈને બચાવવા જતા તેની નાની બહેન પણ તળાવમાં ડૂબી જતા મોતને ભેટી હતી.ઘટના બાદ સ્થાનિક ખેડબ્રહ્માના ફાયર વિભાગને જાણકારી કરવામાં આવી હતી. તરવૈયાઓએ બંને ભાઈ બહેનની લાશને બહાર નિકાળીને સ્થાનિક ખેડબ્રહ્માની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જ્યા તે બંનેને મૃત જાહેર કર્યા હતા.


Download Our B K News Today App



Related News