સામરખા ગામે 19.14 લાખના દારૂ સાથે 2 ઝડપાયા, 4 ફરાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-02-26 18:21:08
  • Views : 263
  • Modified Date : 2025-02-26 18:21:08

 આણંદના સામરખા ગામે લીમડાપુરામાં વિદેશી દારૂનું કટિંગ કરી રહેલા બે શખ્સોને ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડયા હતા. જ્યારે ચાર શખ્સો નાસી છુટયા હતા. હરિયાણાથી સફેદ પાવડરની બોરીઓની આડમાં હેરાફેરી કરાયેલો રૂ.૧૯.૧૪ લાખનો દારૂ જપ્ત કરી શખ્સોની પૂછપરછ કરતા દારૂનું કટિંગ કરતા હોવાનું કબૂલ્યું હતું. એસએમસીએ રૂ.૪૪.૭૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી સાત શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. 

સામરખા ગામે માવસિંગ ફળિયામાં રહેતો રાવજી ધુળાભાઈ પરમાર ટ્રકમાં વિદેશી દારૂ મંગાવી, ગામના લીમડાપુરા ખાતે કટિંગ કરવાનો હોવાની બાતમી ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મળી હતી. જેના આધારે એસએમસીએ સોમવારે મોડી રાત્રે લીમડાપુરામાં દરોડો કરતા ચાર શખ્સો નાસી છુટયા હતા. 

Download Our B K News Today App



Related News