વિરમગામમાં રખડતા ઢોરની અડફેટે આવેલા 2 બાઈકસવાર ઈજાગ્રસ્ત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-02 16:21:37
  • Views : 92
  • Modified Date : 2023-08-02 16:21:37

 ગુજરાતમાં રખડતા ઢોરનો આતંક હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. ભર બજારમાં રખડતા ઢોર અડિંગો જમાવીને બેસી જાય છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. અમદાવાદના વિરમગામના રસ્તાઓ પર પણ રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર ઢોરનું સામ્રાજ્ય હોય તેમ શહેરના મુખ્યો માર્ગો પર રખડતા ઢોરનો પડાવ જોવા મળે છે. રખડતા ઢોરના કારણે વાહનચાલકો અને રાહદારીઓ ભય અનુભવી રહ્યા છે. બે અલગ અલગ સ્થળે રખડતા ઢોરની અડફેટે આવેલા 2 બાઈકસવાર ઈજાગ્રસ્ત થયા છે. સેવાસદન રોડ, ગોલવાડી દરવાજા સહિત મુખ્ય માર્ગો પર રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે.

Download Our B K News Today App



Related News