ઘ ૪ અંડરપાસના ખાડામાં રાત્રે બે બાળકો ખાબક્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-28 11:19:24
  • Views : 277
  • Modified Date : 2021-02-28 11:19:24

પાટનગરમાં ઠેરઠેર ખોદકામ કરાઇ રહ્યુ છે, જેમાં અનેક જગ્યાઓ અકસ્માતને આમંત્રણ આપતી હોય તેવી રીતે જાેવા મળી રહી છે. કોન્ટ્રાક્ટર દ્વારા નિયમનોની અવગણના કરી માત્ર રૂપિયા રડવાના હેતુ સાથે જ ખોદમખોદ કરાઇ રહ્યુ છે. શુક્રવાર મોડી રાત્રે ઘ ૪ અંડરપાસના ખાડામાં બે બાળકો સાઇકલ ચલાવતા ખાબક્યા હતા. ફાયર બ્રિગેડ દ્વારા હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં બંને બાળકોને સામાન્ય ઇજાઓ થઇ હતી.
પાટનગરનો વિકાસ એટલો વધી ગયો છેકે ઠેકઠેકાણે વિનાશ કરી રહ્યો છે. ત્યારે શુક્રવારે રાત્રિના અંધકારમાં સાઇકલ લઇને જઇ રહ્યા હતા, તે દરમિયાન એકા એક ઘ ૪ પાસે બની રહેલા અંડરપાસના ખાડામાં જઇને પડ્યા હતા. થોડા સમય માટે તો ભેખડ પડી હોય તેવુ લાગતા દોડા દોડી થઇ ગઇ હતી. સ્થાનિક લોકો દ્વારા ગાંધીનગર ફાયર બ્રિગેડને ફોન કરતા તાબડતોડ ટીમ દોડી આવી હતી.  અંડરપાસના ખાડામાં સેક્ટર ૨૮માં રહેતો હિતાર્થ સોની અને સેક્ટર ૨૩માં રહેતો ધાર્મિક પટેલને બહાર કાઢી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જેમાં શરીરમાં ઓપરેશન કરવાની ફરજ પડી હતી. બંને કિશોર હાલમાં સ્વસ્થ્ય છે. પરંતુ કામગીરી કરતી એજન્સીઓની કામગીરી શંકાના દાયરામાં આવી રહી છે. શહેરમાં અનેક જગ્યાએ આડસ મુક્યા વિના જ કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં સેક્ટરના રીંગરોડ ઉપર રોડ
પહોળા કરવાની કામગીરી ચાલુ છે. ત્યારે ત્યાં પણ ડાઇવર્ઝન બતાવવામાં આવ્યુ નથી. ત્યારે સવાલો ઉભા થઇ રહ્યા છેકે, તંત્ર કોઇનો લાલ હલાલ થાય તેની રાહ જાેઇ રહ્યુ છેકે શુ ?.

Download Our B K News Today App



Related News