હડાદ પાસેના ગામમાં તળાવમાં નાહવા ગયેલી ૨ બાળાના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-14 11:34:16
  • Views : 595
  • Modified Date : 2019-08-14 11:34:16

ગુજરાતમાં હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે. વરસાદ પણ હાલ આ વિસ્તારમાં સારો એવા  પ્રમાણમાં નોંધાયો  છે ત્યારે આવા ગામોના તળાવોમાં પણ પાણી ભરાતા લોકો આવા તળાવોમાં નાહવા માટે જતા હોય છે અને નાહીને આનંદ માણતા હોય છે પણ ક્યારેક આવી ઘટનાઓમાં બેદરકારી દાખવવામાં આવે તો મોટી ઘટના બનતી હોય છે આવોજ એક ગંભીર બનાવ દાંતા તાલુકાના માંકડી ગામ પાસે આવેલા જલાણા ગામમાં બન્યો હતો જેમા ઘર પાસે આવેલા તળાવમાં નાહવા જતી બે
પિતરાઈ બહેનોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા, ઘટનાની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને લાશને બહાર કાઢી હતી પણ ત્યા સુધી બંને બહેનોના પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા.
  અંબાજીથી હડાદ પાસેના માંકડી  ગામ  નજીક આવેલા જલાણા ગામમાં માત્ર ૭ વર્ષની બે નાની બાળાઓ
પોતાના ઘર પાસે રમતી રમતી તળાવમાં નાહવા ગઈ હતી અને પાણી ઊંડુ  હોઈ બે બાળાઓ ડૂબવા લાગી હતી. આસપાસના લોકો દોડી આવ્યા હતા પણ ત્યાં સુધીમા બાળાઓના શરીરમાં પાણી ઘુસી ગયુ હતુ અને બંને બાળાઓના પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા, આ તળાવ નાના ખાદરા નામથી ઓળખાય છે. આ બાળાઓના નામ સજનાબેન લેબા ભાઈ ગમાર, ઉંમર ૭ વર્ષ  (૨) આરતીબેન સવજીભાઈ ગમાર , ઉંમર ૭ વર્ષ  આ ઘટનાની જાણ થતા
પોલીસ ઘટના સ્થળે આવી વધુ તપાસ હડાદ પોલીસ ચલાવી રહી છે.

Download Our B K News Today App



Related News