વડોદરાના સામૂહિક આપઘાત કેસમાં સોની પરિવારને છેતરનારા 2 જ્યોતિષી રાજસ્થાનથી ઝડપાયા, કોરોના રિપોર્ટ આવ્યા બાદ ધરપકડ થશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-12 13:40:20
  • Views : 238
  • Modified Date : 2021-03-12 13:40:20

    વડોદરાના સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીમાં થયેલા સામૂહિક આપઘાત કેસમાં સમા પોલીસે રાજસ્થાનમાંથી બે જ્યોતિષીને ઝડપી પાડ્યા છે. 33 વર્ષીય સીતારામ ઉર્ફે શૈલેશ ભાર્ગવ અને 31 વર્ષીય ગજેન્દ્ર ભાર્ગવને ગુરુવારે મોડી રાત્રે કોવિડ રિપોર્ટ માટે સયાજી હોસ્પિટલ લઇ જવાયા હતા. કોવિડનો રિપોર્ટ આવ્યા બાદ બંનેની ધરપકડ થશે. બંને જ્યોતિષી રાજસ્થાનના નાગોરના રહેવાસી છે.

    વડોદરામાં સોની પરિવારના સામૂહિક આપઘાત કેસમાં પોલીસે વડોદરાના બે સહિત 9 જ્યોતિષી સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધી હતી. સોની પરિવાર સાથે છેતરપિંડી બાદ એક જ્યોતિષીની મૃત્યુ થયું હતું. ઘરમાં સોનાના દાગીના ભરેલા કળશ દટાયેલા હોવાની લાલચ આપીને વડોદરા-અમદાવાદના 9 જ્યોતિષીએ નરેન્દ્ર સોની પાસેથી રૂ.32.85 લાખ પડાવી લઈ છેતરપિંડી કરી હતી. જીવન ગુજરાન ચલાવવા માટે કોઈ આવકનો સ્ત્રોત ન હોવાથી આઘાતમાં આવી ગયેલા પરિવારના સભ્યોને ઘરના મોભી નરેન્દ્ર સોનીએ આપઘાત કરી લેવા જણાવ્યું હતું. નરેન્દ્ર સોનીએ લાવેલું ઝેર કોલ્ડ ડ્રિંક્સમાં ભેળવી પરિવારે પી લીધું હતું.

    સામૂહિક આપઘાતમાં દાદા, પૌત્ર અને પુત્રીનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હાં, જ્યારે માતા બાદ પુત્ર ભાવિન સોનીનું પણ ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સામૂહિક આપઘાત મામલે પોલીસે મૃતક ભાવિન સોનીના નિવેદનના આધારે 9 જ્યોતિષ સામે રૂ. 32 લાખ ઉપરાંતની છેતરપિંડીનો ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી હતી, જેથી ભાગતા ફરતા જ્યોતિષો પૈકી પાંચે વડોદરા કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી, જેમાં પ્રહલાદરામ જોષી, ખીનરાજ જોષી, હેમંત જોષી, અલ્કેશ જોષી અને વિજય જોષીનો સમાવેશ થાય છે, જેની સુનાવણી આજે હાથ ધરાશે.

    ચકચારી બનાવને પગલે સમા પોલીસે જ્યોતિષીને ઝડપી પાડવા જુદી જુદી ટીમો બનાવીને તેમની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કોઈ હાથે લાગ્યું ન હતું. છેવટે સમા પોલીસે રાજસ્થાનમાંથી બે જ્યોતિષીને ઝડપી પાડ્યા છે. 33 વર્ષીય સીતારામ ઉર્ફે શૈલેશ ભાર્ગવ અને 31 વર્ષીય ગજેન્દ્ર ભાર્ગવને ગુરુવારે મોડી રાત્રે કોવિડ રિપોર્ટ માટે સયાજી હોસ્પિટલ લઇ જવાયા હતા. કોવિડનો રિપોર્ટ આવ્યા બાદ બંનેની ધરપકડ થશે.જ્યોતિષીએ હેમંત જોષીએ ઘરમાં વાસ્તુદોષ- ગુપ્ત ધન હોવાનું કહી વિધિ માટે રૂ.35 હજાર લઈ અમદાવાદના જ્યોતિષી સ્વરાજને મોકલી ઘરમાં ખાડો ખોદી દાગીના અને હાડકાં ભરેલા કળશ કાઢ્યા હતા.

    જ્યોતિષી સ્વરાજે ઘરમાં બીજા 16 કળશ દટાયેલા હોવાની લાલચ આપી રૂ.13.50 લાખ ખંખેરી, ઘરમાં ખાડો ખોદી એકમાં માટી, બીજામાં હાડકાં અને ત્રીજામાં બે કિલો ચાંદીના કળશ કાઢ્યા હતા.

    ભાડાના ઘરમાં કળશ કાઢવા અમદાવાદના વિજય જોષીને રૂા.4.50 લાખ આપ્યા હતા.અલ્કેશ જોષીએ આવી રસોડામાંથી ખાડો ખોદતાં કંઈ ન નીકળતા તે પૈસા લઈ જતો રહ્યો હતો.



Download Our B K News Today App



Related News