વડોદરાના સૂરસાગરમાં સર્વેશ્વર મહાદેવને 16 કિલો સોનામાંથી 4 x 6 ઇંચના વરખના 2.40 લાખ ટુકડા બનાવીને લગાવાશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-11 10:32:03
  • Views : 239
  • Modified Date : 2021-03-11 10:32:03

    સૂરસાગર મધ્યે બિરાજમાન સર્વેશ્વર મહાદેવની 111 ફૂટની પ્રતિમાને શિવરાત્રિના દિવસથી 8 કરોડથી વધુના 16 કિલો સોનાનું આવરણ ચઢાવવાની શરૂઆત થશે. મૂળ ઓડિશાના કારીગર રાજેન્દ્ર નાયક અને તેમની ટીમ દ્વારા આ કામ કરવામાં આવશે. કસબીઓની આ ટીમે વડતાલ, જૂનાગઢ, ધોલેરાનાં સ્વામિનારાયણ મંદિરો, અંબાજી, શિરડી સાંઈબાબા મંદિર સહિત દેશનાં 50 જેટલાં ધાર્મિક સ્થળોમાં સોનાનું આવરણ ચઢાવવાનું કામ કર્યું છે.

    સૂરસાગરની મધ્યમાં આવેલી 111 ફૂટ ઊંચી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાના પેટના ભાગ સુધી તાંબાનું આવરણ ચઢી ગયું છે. તાંબાનું આવરણ ચઢાવતાં પહેલાં તાંબાની પટ્ટીઓને ગરમ કરી નરમ બનાવી એને મૂર્તિ પર લગાવી ઓપ આપવામાં આવે છે. આખરે તાંબાની પટ્ટીઓના જોઈન્ટ પર વેલ્ડિંગ કરી દેવામાં આવે છે. અમે આઠ કારીગરો શિવરાત્રિના દિવસથી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને સોનાનું આવરણ ચઢાવવાની કામગીરી શરૂ કરીશું.

    સંપૂર્ણ મૂર્તિને સોનાથી મઢવામાં કુલ 16 કિલો જેટલા સોનાનો ઉપયોગ થશે. આ કામગીરીમાં પ્રથમ સોનાનાં બિસ્કિટને હાથથી ટીપી-ટીપીને 4 બાય 6 ઇંચનું 1 પાનું ( કાગળ જેવી સોનાની વરખ) તૈયાર કરવામાં આવશે. આ 1 પાનામાં 1 મિલીગ્રામ સોનું હોય છે. 1 સ્ક્વેર ફૂટ ભાગમાં 6 પાનાં જાય છે અને 7મું પાનું ટચિંગ માટે વપરાય છે. સોનાનું પાનું લગાડવા માટે પ્રથમ તાંબાના આવરણ પર કેમિકલ લગાવવામાં આવશે. જે સૂકાયા બાદ તેના પર આ પાનું લગાવી દેવાશે. આ પ્રોસેસ સંપૂર્ણ મૂર્તિ પર કરવામાં આવશે.

    આમ કુલ 8 કિલોના 1.20 લાખ સોનાના પાનાનું આવરણ મૂર્તિ પણ ચઢાવવામાં આવશે. આ આવરણ પર બીજુ આવરણ ચઢાવવાની તૈયાર કરવામાં આવશે. જેમાં બીજું 8 કિલો સોનાના 1.20 લાખ પાના લગાવવામાં આવશે. કુલ 4 બાય 6 ઇંચના 2.40 લાખ વરખના ટુકડા લગાવાશે. સોનાના વરખના બે આવરણ ચઢાવી દેવાયા બાદ તેના પર એક કેમિકલનું આવરણ ચઢાવવામાં આવશે. (ઉ.દા.સ્વરૂપે કારના કલરને નુકશાન ન થાય તે માટે કેમિકલ કોટ ચઢાવીએ છીએ તેવું આવરણ. 111 ફુટ ઉંચી મૂર્તિને વર્ષ 2022ની શિવરાત્રિ સુધીમાં સોનાથી મઢી દેવામાં આવશે.

    સોનાથી મઢ્યા બાદ તેના પર પક્ષીઓની હગાર કે ધૂળ-માટીનું આવરણ જામે તો તેને પાણીથી સાફ કરી શકાશે. અમે સોનાના આવરણ ચઢાવી આપ્યા બાદ તેને લાઈફ-ટાઈમ કાંઈ પણ નહી થાય તેવી ગેરંટી આપીએ છીએ. ભવિષ્યમાં મૂર્તિ પરથી સોનું કાઢવું પણ પડે તો અમે 80 ટકા સુધી સોનું કાઢી આપીશું.

Download Our B K News Today App



Related News