બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢ ગામે 2.4 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા : વર્ષમાં ત્રીજી વાર ભૂકંપના આંચકાથી લોકોમાં ભય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-16 11:44:31
  • Views : 189
  • Modified Date : 2022-03-16 11:44:31

બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢ ગામે 2.4 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા : વર્ષમાં ત્રીજી વાર ભૂકંપના આંચકાથી લોકોમાં ભય

 

બનાસકાંઠા જિલ્લાના ઈકબાલગધમાં ભૂકંપના આંચકો અનુભવાયો હતો. આજે સાંજે 2.4ની તીવ્રતા નો ભૂકંપ આવતા તેની અસર ઈકબાલગઢ સુધી જોવા મળી હતી ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાલનપુરથી 22 કી. મી દૂર ઈકબાલગઢ પાસે હોવાનું જાણવા મળ્યું હતું

 

- બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢમાં ભૂકંપના આંચકા

 

- . તીવ્રતાના ભૂકંપના આંચકા લોકોને અનુભવાયા

 

- પાલનપુર થી ૨૨ કિલોમીટર દુર ઇકબાલગઢ નજીક કેન્દ્ર બિંદુ રહ્યું

 

- વર્ષમાં ત્રીજી વાર ભૂકંપના આંચકાથી લોકોમાં ભય

 

- બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢમાં ભૂકંપના આંચકા

 

બનાસકાંઠા જિલ્લામાં આજે ઈકબાલગઢમાં લોકો ભૂકંપના આંચકાનો અનુભવ કરી રહ્યા છે અને ત્રણેય ભૂકંભ નું કેન્દ્ર બિંદુ રાજસ્થાન છે. આજે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર થી ૨૨ કિલોમીટર દૂર ઇકબાલગઢ પાસે 7.48 વાગે 2.4 ની તીવ્રતાનો ભૂકંપ આવતા તેની અસરો પાલનપુર સુધી જોવા મળી હતી.આજે સાંજે ભૂકંપ આવતા પાલનપુર સુધી ધરા ધ્રુજી ઊઠી હતી. આજે બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢ તાલુકામાં ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો 2.4 તીવ્રતાના ભૂકંપના આંચકા આવતાની સાથે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને ધરતી ધ્રુજી ઉઠતા લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો

 

- એક વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાં ત્રીજીવાર ભૂકંપના આંચકા અનુભવાયા

 

 આમ તો બનાસકાંઠા જિલ્લામાં સતત એક વર્ષમાં ત્રીજી વાર લોકોએ ભૂકંપના આંચકાનો અનુભવ કરી રહ્યા છેઅગાઉ પણ પાલનપુર થી ઉત્તર પશ્ચિમ તરફ ૧૩૬ કિલોમીટર દૂર 4.1 ની તીવ્રતાનો ભૂકંપ આવતા પાલનપુર પંથકમાં લોકોએ આંચકા નો અનુભવ કર્યો હતો ત્યારબાદ બીજી વાર પાલનપુર થી 59 કિલોમીટર દૂર રાજસ્થાનમાં 3.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેની અસર પણ બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં થઇ હતી આમ વર્ષમાં ત્રીજી બનાસકાંઠા જિલ્લામાં ભૂકંપના આંચકાનો અનુભવ કરતા લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે, જોકે ત્રણેય ભૂકંપના આંચકા દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં કોઈ જાનહાની કે નુકસાન થયું નથી.

 

Download Our B K News Today App



Related News