RTEમાં 2.37 લાખ ફોર્મ ભરાયા, આવકમર્યાદા વધતાં 45 હજાર અરજદાર વધ્યા, જાણો કેટલી છે બેઠક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-16 13:34:00
  • Views : 53
  • Modified Date : 2025-04-16 13:34:00

 ગુજરાતની ખાનગી સ્કૂલોમાં પહેલાં ધોરણમાં RTE (રાઇટ ટુ એજ્યુકેશન) હેઠળ વિના મૂલ્યે પ્રવેશ માટેની સરકારની ઓનલાઇન કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત આવક મર્યાદા વધાર્યા બાદ ફોર્મ ભરવાની વધારેલી મુદ્દત આજે પૂરી થઈ ગઈ છે અને આ વર્ષે 2.37 લાખથી વઘુ ફોર્મ ભરાયા છે. આવક મર્યાદા વધવાને કારણે 45 હજાર ફોર્મ વધારે ભરાયા છે.

93 હજાર બેઠક સાથે અઢી લાખથી વધુ ફોર્મ ભરાયા

સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા RTE હેઠળ પ્રવેશ માટે દર વર્ષે માર્ચ-એપ્રિલમાં ઓનલાઇન કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. જેમાં રાજ્યની 10 હજારથી વધુ ખાનગી સ્કૂલોમાં પહેલાં ધોરણમાં 25 ટકા બેઠકો પર ગરીબ, અનાથ, દિવ્યાંગ તેમજ અનામત કેટેગરી સહિતના વિવિધ 13 કેટેગરીના બાળકોને મેરિટ-માપદંડોને આધારે વિના મૂલ્યે પ્રવેશ અપાય છે. આ વર્ષે 93 હજાર જેટલી બેઠકો છે, જેની સામે આ વર્ષે કુલ 2,37,317 ફોર્મ ભરાયા છે.

Download Our B K News Today App



Related News