પાલનપુર નજીક ૨.૩ ની તીવ્રતાનો ભૂકંપ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-23 11:42:03
  • Views : 326
  • Modified Date : 2020-12-23 11:42:03

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક ઉત્તર-પૂર્વ તરફ ૩૯ કિલોમીટર દૂર મંગળવારે બપોરે ૨.૫૯ કલાકે ૨.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. પાલનપુરથી ૩૯ કિલોમીટર દૂર આ ભૂકંનું કેન્દ્ર બિંદુ હોવાનું જાણવા મળ્યું હતું. બપોરે અચાનક આવેલા ભૂકંપ જમીનથી ૨૯.૩ કિલોમીટર ભૂગર્ભમાં થયો હોવાનું નોંધાયું હતું.  અચાનક ભૂકંપના પગલે લોકોમાં થોડો ગભરાટ ફેલાયો હતો. પરંતુ કોઈ માલ મિલકતને નુકસાન થયાના અહેવાલ નથી.

Download Our B K News Today App



Related News