છેલ્લાં બે વર્ષમાં ગુજરાતમાં 198 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો, 2014માં ચીન સાથે થયેલો ઇન્ડસ્ટ્રિયલ પાર્કનો કરાર ગૂંચમાં, વિધાનસભામાં સરકારનો સ્વીકાર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-03 11:53:37
  • Views : 302
  • Modified Date : 2021-03-03 11:53:37

    આજે 3 માર્ચના રોજ ગુજરાત વિધાનસભામાં રાજ્યનું 77મું બજેટ રજૂ થશે, ત્યારે શરુઆતમાં વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ શરૂ થયો હતો, જેમાં સરકારે અનેક સવાલોના જવાબો આપ્યા હતા. રાજ્યમાં કાર્યરત જીઆઈડીસીમાં બંધ ઉદ્યોગોનું પ્રમાણ 923 ટકા, 229 કાર્યરત જીઆઈડીસીમાં 2114 ઉદ્યોગ બંધ હાલતમાં, નાના ઉદ્યોગો માટે સરકાર દ્વારા અપાતી પ્રોત્સાહક યોજનાઓ સામે સવાલ, તાપી અને ડાંગ જિલ્લામાં એકપણ જીઆઈડીસી કાર્યરત નથી, અમદાવાદ ખાતે 14 કાર્યરત જીઆઈડીસીમાં સૌથી વધુ 229 ઉદ્યોગો બંધ હાલતમાં હોવાનું સરકારે કબૂલ્યું હતું.

    રાજ્ય સરકારે 2014માં ચીન સાથે ઇન્ડસ્ટ્રિયલ પાર્ક બનાવવાનો કરાર કર્યો હતો, પણ કાયદાકીય બાબતોને કારણે એ હાલમાં ગૂંચવણમાં પડ્યો હોવાનું રાજ્ય સરકારે કબૂલ્યું છે. ઇન્ડસ્ટ્રિયલ પાર્ક માટે ચાઈના ડેવલપમેન્ટ બેંક દ્વારા ફંડ સામે ચાઈના એસોસિયેશન ફોર સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ દ્વારા જમીન સંપાદન કરવામાં આવી હતી. સાણંદ નજીક 200 હેકટર જમીન સામે 55 હેકટર જમીન કરાઈ સંપાદન. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમારે સવાલ કર્યો હતો, જેનો જવાબ આપવામાં આવ્યો હતો. વિધાનસભામાં રાજ્ય સરકારે જ ચોંકાવનારા આંકડા રજૂ કર્યા છે. રાજ્યમાં છેલ્લાં 2 વર્ષમાં 198.30 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો. 3.65 કરોડનો દેશી દારૂ, 13.18 કરોડનો બિયર ઝડપાયો, 68.60 કરોડની કિંમતનો અફીણ-ગાંજો, ચરસ, હેરોઇન, મેફેડ્રોનનો જથ્થો પકડાયો હતો.
અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં છેલ્લાં 2 વર્ષમાં 10 હજાર કિલોથી વધુનો ગૌમાંસનો જથ્થો ઝડપાયો, અમદાવાદ જિલ્લામાં વર્ષ 2019માં 6500 કિલો ગૌમાંસ પકડાયું, આ અંગે કુલ 274 આરોપીની ધરપકડ કરવામાં આવી. અમદાવાદ જિલ્લામાં વર્ષ 2020માં 3 હજાર કિલોથી વધુ ગૌમાંસ પકડાયું. હજુ પણ 8 આરોપીની ધરપકડ બાકી, કોંગ્રેસના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડના પ્રશ્નમાં સરકારનો લેખિત જવાબ સરકારે આપ્યો હતો.

    રાજ્યમાં રોજની સરેરાશ 2 કરતાં વધુ લૂંટની ઘટનાઓ, રોજની 3 ખૂનની અને 30 ચોરીની ઘટનાઓ, રોજની 4 કરતાં વધુ બળાત્કારની ઘટના બની, રોજની 7 અપહરણની તો રોજની 20 આત્મહત્યાની ઘટનાઓ બની. રોજની 57 અપમૃત્યુ અને 37 આકસ્મિક મૃત્યુની ઘટનાઓ બની, રાજ્યમાં છેલ્લાં 2 વર્ષમાં 1520 લૂંટની ઘટનાઓ બની, 1944 ખૂનની, 370 ધાડની, 21995 ચોરીની ઘટનાઓ બની. છેલ્લાં બે વર્ષમાં 3095 બળાત્કારની તો 4829 અપહરણની ઘટનાઓ બની. આત્મહત્યાના 14410, ઘરફોડના 6190, રાયોટિંગના 2589 બનાવો બન્યા. આકસ્મિક મૃત્યુના 27148, અપમૃત્યુના 41493 બનાવો નોંધાયા. રાજ્યમાં ખૂનની કોશિશની 18523 ઘટનાઓ નોંધાઈ છે. પોલીસ વિભાગે તમામ ઘટનાઓમાં માત્ર 4043 આરોપીની ધરપકડ કરી હતી.


Download Our B K News Today App



Related News