3 દિવસમાં 19 હજાર એક્ટિવ કેસ નોંધાયા, હાલ 1.89 લાખ દર્દીની સારવાર ચાલી રહી છે, 211 દિવસ પહેલાં આના કરતાં ઓછા કેસ હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-21 13:23:48
  • Views : 218
  • Modified Date : 2021-01-21 13:23:48

    કોરોના કન્ટ્રોલમાં છે. બુધવારે 15,270 નવા સંક્રમિત નોંધાયા, 20,071 સાજા થયા અને 152 લોકોએ જીવ ગુમાવ્યો છે. તેની સાથે જ 4963 એક્ટિવ કેસ ઘટ્યા છે. હવે માત્ર 1.89 લાખ દર્દીની સારવાર ચાલી રહી છે. આ 24 જૂન પછીના સૌથી ઓછા કેસ છે. ત્યારે 1.86 લાખ દર્દીની સારવાર ચાલી રહી હતી. 26 નવેમ્બરથી અત્યારસુધીમાં (55 દિવસમાં) માત્ર એક વખત જ 6 જાન્યુઆરીએ એક્ટિવ કેસમાં 545નો વધારો નોંધાયો છે.દેશમાં અત્યારસુધીમાં 1.06 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. એમાંથી 1.02 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 1,52,906 લોકોએ જીવ ગુમાવ્યો છે.

    રાજસ્થાનના 14 જિલ્લામાં ત્રણ દિવસમાં વેક્સિનના 622 ડોઝ ખરાબ થઈ ગયા છે. વેક્સિન ખરાબ ન થાય એના માટે દરેક સેન્ટર પર 10ના ગુણાંકમાં દર્દીઓને પહોંચાડવા જરૂરી છે, કારણ કે એક વાયલમાં વેક્સિનના 10 ડોઝ હોય છે. એક વખત રસીને નક્કી ટેમ્પરેચરમાંથી કાઢાવામાં આવ્યા પછી તેમાં વેક્સિન બાકી રહે છે તો એ ખરાબ થઈ જાય છે.

    હરિયાણાના ત્રણ જિલ્લામાં 99 ટકાથી વધુ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. મહેન્દ્રગઢમાં 99.46 ટકા, સોનીપતમાં 99.15 ટકા, પલવલમાં 99 ટકા રિકવરી રેટ છે. જ્યારે ગુડગાંવ, ફરીદાબાદ, રોહતક, અમ્બાલા, ઝાજ્જર, કૈથલ અને નૂંહમાં 98થી 99 ટકા દર્દીઓ થઈ ચૂક્યા છે. સૌથી ઓછો રિકવરી રેટ 93.47 ટકા જીંદનો છે.

    છત્તીસગઢની રાજધાની રાયપુરમાં બુધવારે મુંબઈ-રાયપુર ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં કોવિશીલ્ડ વેક્સિનનો 2.65 લાખ ડોઝનો બીજો ખેપ પહોંચાડવામાં આવ્યો છે. રાયપુર જિલ્લાને બીજા ખેપમાં બીજા 30 હજાર ડોઝ મળશે. રાજ્યમાં 2 લાખ 67 હજાર લોકોને વેક્સિન આપવામાં આવશે. આ પૈકીના 16258 લોકોને હાલ રસી આપવામાં આવી છે.

    દેશમાં વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ થયાને પાંચ દિવસ થઈ ચૂક્યા છે. અત્યારસુધીમાં 7.86 લાખ હેલ્થકેરવર્કર્સને રસી આપવામાં આવી છે. વેક્સિનેશનની શરૂઆત સપ્તાહ પછી કરવામાં આવે તો ભારત આ મામલામાં અમેરિકાથી ઘણો આગળ છે. અમેરિકામાં પ્રથમ સપ્તાહમાં 5.56 લાખ લોકોને વેક્સિન લગાવવામાં આવી હતી.સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, વેક્સિનની સાઈડ ઈફેક્ટના અત્યારસુધીમાં 10 કેસ પ્રકાશમાં આવ્યા છે. તેમાં દિલ્હીમાં ચાર, કર્ણાટકમાં બે અને ઉતરાખંડ, છત્તીસગઢ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં એક-એક વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જોકે કોઈની પણ સ્થિતિ ગંભીર નથી.

Download Our B K News Today App



Related News