181 અભયમ્ ટીમ મદદે આવે એ પહેલા પિતાએ સગી દીકરીને મોતને ઘાટ ઉતારી!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-25 14:32:30
  • Views : 49
  • Modified Date : 2025-04-25 14:32:30

અમરેલી, : ખાંભાના ડેડાણ ગામે 'ઓનર કિલિંગ'નો બનાવ પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં અન્ય ધર્મના યુવક સાથેનો પ્રેમસંબંધ માતા-પિતાને મંજુર નહીં હોવાથી યુવતીએ મહિલા હેલ્પલાઈનમાં ફોન કરતા ઉશ્કેરાયેલા પિતાએ ગળાટૂંપો દઈને કરી હત્યા કરી નાખી હતી. વળી, ૧૮૧ અભયમ્ ટીમ મદદે આવે એ પહેલા પિતાએ દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

મળતી માહિતી મુજબ, ખાંભા તાલુકાના ડેડાણ ગામની ઇશિકાબેન ખોખર નામની યુવતીને એક યુવક સાથે પ્રેમસંબંધ હતો અને તે તેની સાથે લગ્ન કરવા માંગતી હતી. જો કે, તેના પિતા મજીદભાઈ ગુલાબભાઈ ખોખરને આ સંબંધ મંજૂર નહોતો. તેઓ સમાજમાં પોતાની આબરૂ જવાની બીકે દીકરીને તેના પ્રેમી સાથે લગ્ન કરવા દેવા માંગતા ન હતા. પરિણામે સગી દીકરી ઈશિકાનું ગળુ દબાવીને હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતક ઇશિકાબેનના મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપી પિતા મજીદભાઈ ખોખરની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News