જામનગર-રાજકોટ હાઈવે રોડ પર છોટાહાથીનું ટાયર ફાટતાં પલટી મારી જવાથી 18 વ્યક્તિને ઈજા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-02-15 15:38:11
  • Views : 29
  • Modified Date : 2025-02-15 15:38:11

જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના જાયવા ગામના એક પરિવારના 18 જેટલા સભ્યો લૌકિક ક્રિયા પતાવીને છોટા હાથીમાં ધ્રોળ પરત ફરી રહ્યા હતા, જે દરમિયાન ધ્રોળ નજીક ગઢડા ગામ પાસે છોટા હાથીનું ટાયર ફાટી જતાં છોટા હાથી પલટી મારી ગયું હતું. 

જેમાં બેઠેલા તમામ 18 વ્યક્તિને નાની મોટી ઈજા થઈ હતી, તેઓને ધ્રોળની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ હતી. જયારે બે વ્યક્તિને ફ્રેક્ચર સહિતની વધુ ઈજા થઈ હોવાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યા છે. અને હાલ બંને સારવાર હેઠળ છે.

 જાયવા ગામનો એક પરિવાર પડધરી નજીક ફતેપુર ગામે ગઈકાલે સવારે લૌકીક ક્રિયામાં હાજરી આપવા માટે ગયો હતો, ત્યારબાદ સાંજે પરત ફરતાં ગઢડા ગામના પાટીયા પાસે આ અકસ્માત નડ્યો હતો. ઓવરલોડના કારણે ટાયર ફાટ્યું હોવાનું અનુમાન કરાયું છે. જોકે આ મામલે કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી.

Download Our B K News Today App



Related News