નિવૃત વિંગ કમાન્ડરના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા ઃ ૧૮ લાખની ચોરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-04 12:01:30
  • Views : 705
  • Modified Date : 2020-11-04 12:01:30

ગાંધીનગર શહેર
વીઆઈપી એરિયા તરીકે જાણીતા સેક્ટર ૮ માં તસ્કરોએ ખાતર પાડયું હતું. નિવૃત વિંગ કમાન્ડર પોતાનું મકાન બંધ કરીને આશરે ૧૫ દિવસ પહેલા દિલ્હી રહેતા તેમના પુત્રના ઘરે પૌત્રીના જન્મ પ્રસંગે ગયા હતા. ત્યાર બાદ પરત આવતા મકાનનો દરવાજો તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો. જ્યારે અંદરથી દાગીના અને રોકડ સહિતની ૧૮.૧૮ લાખની માલમત્તા લઈને તસ્કરો રફુચક્કર થઈ ગયા હતા. આ ઘટનાની  ફરિયાદ સેકટર-૭
પોલીસ સ્ટેશન કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ સેક્ટર ૮ બી પ્લોટ નંબર ૯૧માં રહેતા મનોજ પ્રકાશચંદ્ર મિત્તલ દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે કે, તે
પોતાની દીકરી અને પત્ની સાથે વસવાટ કરે છે. ત્યારે ગત ૨૧ ઑક્ટોબરના રોજ દિલ્હીમાં રહેતા તેમના પુત્રના ઘરે પુત્રીનો જન્મ થયો હોવાથી ગાંધીનગરના મકાનને તાળું મારીને નીકળ્યા હતા. જ્યારે ૧ નવેમ્બરના રોજ તેઓ પરિવાર સાથે પરત આવ્યા હતા. જ્યારે તેઓ ગાંધીનગરના ઘરે પરત આવ્યા અને ઘરમાં મુખ્ય દરવાજાનું તાળું ખોલીને પ્રવેશ કરીને અંદર જતા તમામ વસ્તુઓ અસ્તવ્યસ્ત હાલતમાં જોવા મળી હતી. જેમાં ઘરમાંથી સોનાના દાગીના અને રોકડ મળી ૧૮.૧૮ લાખની માલમત્તાની ચોરી થયા હોવાનું સામે આવ્યું છે.
આ ચોરીના બનાવને પગલે  સેક્ટર ૭ પોલીસની ટીમ દ્વારા તાબડતોડ તસ્કરોને ઝડપી લેવા કામગીરીહાથ ધરવામાં આવી છે. પોલીસની અલગ અલગ ટુકડીઓ બનાવીને સીસીટીવી કેમેરા સહિતની છાનબીન કરવામાં આવી રહી છે. જ્યારે આ પ્રકારના બંધ મકાનોને ટાર્ગેટ કરવામાં ન આવે તે માટે દિવાળીના તહેવારમાં ખાસ એક્શન પ્લાન બનાવીને
પણ કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News