બિપરજોય વાવઝોડાથી ગુજરાતમાં રૂ.1797.82 કરોડનું નુકસાન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-02 16:04:59
  • Views : 116
  • Modified Date : 2023-08-02 16:04:59

બિપરજોય વાવઝોડાથી થયેલા નુકસાનને લઇને કેન્દ્રની સહાય જાહેરાત પહેલા કેન્દ્ર સરકારની ટીમ ગુજરાતમાં આવી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા નુકસાન સહિતના મુદ્દાઓ પર કેન્દ્ર સમક્ષ રજુઆત કરવામાં આવી છે. જૂન મહિનામાં આવેલા અતિવિનાશક બિપરજોય વાવાઝોડાથી ગુજરાતને રૂ.1797.82 કરોડનું નુકસાન થયુ હોવાની કેન્દ્રીય ટીમ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની બે ઇન્ટર-મિનિસ્ટેરિયલ સેન્ટ્રલ ટીમ બિપરજોય વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓમાં નુકસાનની સ્થળ આકારણી માટે આજથી ગુજરાતની ચાર દિવસની મુલાકાતે છે. ત્યારે આ ટીમ સમક્ષ ગુજરાત સરકાર દ્વારા બિપરજોય વાવઝોડાથી ગુજરાતમાં થયેલા નુકસાનનો આંકડો રજૂ કરવામાં આવ્યો છે. રજૂઆત કરવામાં આવી છે કે ગુજરાતમાં સૌથી વધુ નુકસાન વીજળી અને તેને લગતી સેવાને રૂ. 909 કરોડથી વધુનું નુકસાન થયુ છે. તો રોડ અને બિલ્ડીંગ વિભાગને રૂ.702 કરોડનું નુકસાન થયુ છે. પોર્ટ અને ટ્રાન્સપોર્ટને રૂ.72.72 કરોડનું નુકસાન થયુ છે. તો કૃષિને રૂ. 20 કરોડના નુકસાનની રજૂઆત કરવામાં આવી છે.બિપરજોય વાવાઝોડાથી કચ્છ અને સૌરાષ્ટ્રના આઠ જિલ્લાના 443 ગામની 19.16 લાખથી વધુ વસતીને અસર થઈ હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સરકારે ઝીરો કેઝ્યુઅલટી એપ્રોચથી સંભવિત અસરગ્રસ્ત વિસ્તારમાં સ્થળાંતર સહિતના આગોતરા પગલાં લીધા હતા. જેના કારણે માનવહાની નિવારાઈ છે. સાથે પશુધનને બચાવવામાં મોટા ભાગે સફળતા મળી છે. જો કે લોકોના માલસામાનને મોટા પાયે નુકસાન પહોંચ્યુ હતુ. ત્યારે ગુજરાતમાં કેન્દ્ર સરકારની સાત સભ્યોની બે ટીમ આજથી એટલે કે 01 થી 04 ઓગસ્ટ દરમિયાન ‘બિપરજોય’ વાવાઝોડા પ્રભાવિત કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને બનાસકાંઠાની રૂબરૂ મુલાકાત કરીને નુકસાન અંગે સ્થળ આકારણી કરવાની છે.ગુજરાત સરકારે બિપરજોય વાવાઝોડા સમયે યુદ્ધના ધોરણે અસરગ્રસ્ત વિસ્તારમાં સ્થળાંતર સહિતના આગોતરા પગલાં લીધા હતા અને પુનઃવસનની કામગીરી કરી હતી.કચ્છ અને સૌરાષ્ટ્રના આઠ જિલ્લામાં 1.43 લાખ લોકોને આગોતરા સલામત સ્થળે સ્થળાંતર કરાવાયુ હતું. સૌથી વધુ 74 હજારથી વધુ લોકોનું કચ્છમાં સ્થળાંતર કરાવાયુ હતું. હવે આટલા વ્યાપક નુકસાનને પહોંચી વળવા કેન્દ્રીય મદદની રજૂઆત ગુજરાતે કરી છે.

Download Our B K News Today App



Related News