રાજ્યમાં એક જ દિવસમાં 7ના મોત, નવા 176 કેસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-18 11:32:09
  • Views : 544
  • Modified Date : 2020-04-18 11:32:09

રાજ્યમાં કોરોનાના નવા 176 કેસ નોંધાયા છે. જેમાં 143 કેસ એકલા અમદાવાદમાં નોંધાયા છે. આ મોટાભાગના કેસ હોટસ્પોટ વિસ્તારમાં નોંધાયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં 1272 પોઝિટિવ કેસ થયા છે. તેમજ રાજ્યમાં વધુ સાત લોકોના મોત થયા છે. આ સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 48 થયો હોવાનું આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે. ગુજરાતમાં કોરોના ફેલાવાની ઝડપ પણ ઘણી વધારે છે. રાજ્યમાં પહેલો કેસ 19 માર્ચે નોંધાયો હતો અને 18 એપ્રિલ સુધીમાં 1272 કેસ નોંધાઇ ચૂક્યા છે.

Download Our B K News Today App



Related News