બોટાદમાં લોકડાઉનના 172 દિવસ બાદ સાળંગપુર હનુમાનજી દાદાની આરતીના દર્શન ખુલ્યા, મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-12 12:33:07
  • Views : 349
  • Modified Date : 2020-09-12 12:33:07

    બોટાદ જિલ્લામાં આવેલું વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી મંદિરમાં લોકડાઉનના 172 દિવસ બાદ હરિભક્તો માટે હનુમાનજી દાદાની આરતીનાં દર્શન ખુલ્લા મૂકાયા છે. ત્યારે મોટી સંખ્યામાં હરિભક્તોએ રૂબરૂ હનુમાજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિર પ્રશાસન દ્વારા માસ્ક, સેનિટાઈઝેશન અને સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત રાખવામાં આવ્યું છે. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનું સાળંગપુર ગામ કે જ્યાં વિશ્વ પ્રસિદ્ધ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાનું મંદિર આવેલ છે. જ્યાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખી મંદિર પ્રશાસન દ્વારા સવારના 8થી 10 અને સાંજે 4થી 6 ખોલવામાં આવતું હતું. જેમાં માત્ર દર્શનની જ વ્યવસ્થા હતી અને આરતી માત્ર ઓનલાઇન જોઈ શકાતી હતી. ત્યારે આજથી એટલે કે લોકડાઉનના 172 દિવસ બાદ હવે હરિભક્તોને આરતીના રૂબરૂ દર્શનનો લાભ મળશે. મંદિર પ્રસાશન દ્વારા દૂર દૂરથી આવતા હરીભક્તો માટે ધર્મશાળા પણ ખોલવામાં આવી છે. સાથે તમામ હરિભક્ત ને ફરજિયાત સોશિયલ ડિસ્ટન્સની કાળજી સાથે સેનેટાઈઝર અને માસ્ક ફરજિયાત પહેરી દર્શન કરવાના રહેશે. કોરોના મહામારીમાં 172 દિવસથી ઓ લાઇન આરતી માંથી મુક્ત થઈ રૂબરૂ આરતીના દર્શન પણ કરી શકાશે.

Download Our B K News Today App



Related News