સુરતમાં 17 વર્ષીય વિદ્યાર્થિનીએ નાના ભાઈ રમતા છોડી ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-04 11:50:46
  • Views : 224
  • Modified Date : 2021-01-04 11:50:46

સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલા જલારામનગરમાં સવિતા નામની 17 વર્ષીય વિદ્યાર્થિનીએ નાના ભાઈ રમતા છોડી ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચર્ચાનો વિષય બન્યો હતો. સવિતા હાલ જ ધોરણ 12ની પરીક્ષા પાસ કરી આગળનો અભ્યાસ કરવાની તૈયારી કરી રહી હતી. માતા-પિતાની ગેરહાજરીમાં મોતને વહાલું કરનાર સવિતાના આપઘાત પાછળનાં કારણો જાણવા પોલીસે તેનો મોબાઇલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. નંદુ પાસવાન (વિદ્યાર્થિનીના પિતાએ જણાવ્યું હતું કે 5 વર્ષના નાના પુત્ર અને સવિતાના ભાઈએ દોડીને આવીને માતાને કહ્યું- મમ્મી, બહેન પંખા સાથે લટકી રહી છે.

આ સાંભળી પત્ની તાત્કાલિક ઘરે દોડીને જોયું તો દીકરી લટકતી હાલતમાં મળી આવી હતી. સવિતાના આપઘાત પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી. એક અઠવાડિયા પહેલાં જ બ્યૂટિપાર્લરનું શીખવાની વાત કરતાં તેને સામાન અપાવ્યો હતો.  તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઘટના રવિવારની સાંજે 7:30 વાગ્યાની આસપાસની છે. હું પણ મારા ગેરેજ પર હતો અને રવિવાર હોવાથી પત્ની ઈંડાંની લારી પર હતી. 4 સંતાનમાં સવિતા મોટી દીકરી હતી. ચારેય સંતાન ઘરમાં જ રમતાં હતાં. અચાનક સવિતાએ આવું પગલું ભરી લેતાં કંઈ સમજ પડતી નથી. હાલ સચિન પોલીસ તપાસ કરી રહી છે.


Download Our B K News Today App



Related News