ધાનેરા પાલિકાના પ્રમુખ સહિત ૧૭ સભ્યો સસ્પેન્ડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-24 11:08:43
  • Views : 420
  • Modified Date : 2020-12-24 11:08:43

ધાનેરા નગરપાલિકામાં વિકાસના કામોમાં ગેરરીતિના મુદ્દે મ્યુનિસિપાલિટી એડમિનીસ્ટ્રેશન કમિશ્નરમાં ભાજપના ૧૧ સભ્યોએ રજુઆત કરતાં આ કેસ ચાલી જતાં  કોંગ્રેસના પ્રમુખ-
ઉપપ્રમુખ સહિત ૧૭ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવતા ધાનેરામાં રાજકીય ભૂકંપ સર્જાયો છે.
ધાનેરા નગરપાલિકામાં ૨૮ બેઠકો છે. જેમાં પ્રથમ ભાજપના ૧૦ અને કોંગ્રેસના ૧૮ સભ્યો વિજયી થયા હતા.  જેથી
પાલિકા ઉપર કોંગ્રેસનો કબ્જાે થયો હતો.  જેમાં પ્રમુખ તરીકે બળવંતભાઇ બારોટ આવ્યા હતા પરંતુ તેમને પણ બેથી વધુ બાળકોના મુદ્દે એક વર્ષની અંદર જ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને આ રાજકીય ખેલ યથાવત રહ્યો હતો. જ્યારે પાલિકાના ભાજપના ૧૧ સભ્યોએ
પાલિકામાં સ્વભંડોળમાંથી તેમજ સરકારની વિવિધ ગ્રાન્ટમાંથી કરેલ કામોમાં
ગેરરીતિઓ અને અનિયમિતતા  આચરવામાં આવેલ હોવા બાબતે ગુજરાત મ્યુનિસિપાલિટી એડમિની સ્ટ્રેશન કમિશનરમાં લેખીત અરજી દ્વારા રજૂઆત કરવામાં આવેલ. તે બાબતે મ્યુનિસિપાલિટી  કમિશનર દ્વારા તા. ૦૬ ઓગષ્ટ, ૨૦ ના રોજ આ તમામ સભ્યોને કારણદર્શક નોટીસ પણ
પાઠવવામાં આવેલ.  આ કેસ બાબતે  તમામ સભ્યો વતી વકીલ દ્વારા આ કેસમાં લડત આપેલ. જે કેસ મ્યુનિસિપાલિટી  એડમિની સ્ટ્રેશન કમિશ્નરમાં ચાલી જતાં બુધવારે  રાજ્યના મ્યુનિસિપાલિટી   કમિશનર રાજકુમાર બેનીવાલના પત્રથી કોંેગ્રેસના ૧૭ સભ્યોને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવતા ધાનેરા તાલુકામાં  રાજકીય ભૂકંપ આવી જવા
પામ્યો છે.  બીજી તરફ
ભાજપમાં ભારે ખુશીની લહેર
પણ જાેવા મળી હતી. જેથી ધાનેરામાં કહીં ખુશી કહીં ગમનો માહોલ જાેવા મળ્યો હતો.

Download Our B K News Today App



Related News