નર્મદા ડેમની સપાટીમાં 12 કલાકમાં 17 સેમીનો વધારો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-30 14:59:25
  • Views : 93
  • Modified Date : 2023-06-30 14:59:25

 હાલમાં ચોમાસુ જામ્યુ છે. ત્યારે નર્મદા જિલ્લામાં આવેલી સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતાં સપાટી વધી છે. મધ્યપ્રદેશમાં વરસાદને કારણે પાણીની સપાટીમાં વધારો થયો છે. હાલમાં ડેમમાં પાણીની આવક 47775 ક્યુસેક છે. તો નર્મદા ડેમની સપાટી 120.60 મીટરે પહોંચી છે.નર્મદા ડેમની સપાટીમાં 12 કલાકમાં 17 સેમીનો વધારો થયો છે. હાલ ડેમમાં પાણીની જાવક માત્ર 11763 ક્યુસેક છે. સરદાર સરોવરમાં હાલ 1326.70 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહિત જથ્થો છે. આ વર્ષે પણ નર્મદા ડેમ 138.68 મીટરની મહત્તમ સપાટીએ પહોંચે એવી શક્યતા જોવા મળી રહી છે.

Download Our B K News Today App



Related News