દાંતીવાડાના વાવધરા ગામે મારામારી ઃ ૧૬ જણને ઇજાઓ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-17 11:15:23
  • Views : 2132
  • Modified Date : 2020-05-17 11:15:23

દાંતીવાડા તાલુકાના વાવધરા ગામે દરબારો અને માલધારી સમાજના લોકો વચ્ચે ધીંગાણું ખેલાયું હતું. જેમાં છેલ્લાં ઘણાં સમયથી રબારી અને રાજપૂત સમાજના લોકો વચ્ચે કોઈને કોઈ મુદ્દે મન દુઃખ હતું. અગાઉ પણ ઝઘડાની અદાવતમાં ઘણાં સમયથી બંને કોમ વચ્ચે તણાવ જોવા મળતો હતો. ત્યારે શુક્રવારે વહેલી સવારે જ બંને સમાજના કુટુંબના લોકો બોલાચાલી પર ઉતરી આવ્યા હતા અને બાદમાં મારામારી પર ઉતરી આવતા રબારી સમાજના નવ અને રાજપૂત સમાજના સાત લોકોને નાની મોટી ઇજાઓ થતા સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ અંગે મળતી માહિતી મુજબ દાંતીવાડા તાલુકાના છેવાડાના વાવધરા ગામે માલધારી પરિવારો અને ગામનાજ રાજપૂત પરિવારોને છેલ્લા કેટલાય સમયથી અંદરોઅંદર વિખવાદ ચાલે છે. ત્યારે શુક્રવારે બંને કોમના લોકો કંઈક વાતને લઈને બોલાચાલી થતા બાખડી પડ્‌યા હતા. ગામમાં ઝઘડાની જાણ થતા જ દાંતીવાડા પી.એસ.આઈ. એ.આર.ચૌધરી સહિત પોલીસ જવાનો તાત્કાલિક ઘટનાપહોંચી ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડી ગામમાં ચુસ્ત
પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બંને સમાજની સામસામી ફરિયાદ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News