બનાસના દૂધ ઉત્પાદકોનો ઐતિહાસિક મિજાજ, ૪૦ વર્ષે બનાસ બની સમરસ શંકરભાઈ ચૌધરીમાં વિશ્વાસ અકબંધ ઃ ૧૬ બેઠકો બિનહરિફ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-08 11:19:06
  • Views : 4472
  • Modified Date : 2020-10-08 11:19:06

બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો માટે જીવાદોરી સમાન બનાસ ડેરીની ચૂંટણીમાંં બુધવારે તમામ બેઠકો
બિનહરિફ થવા પામી છે. જેમાં ડેરીના વર્તમાન શંકરભાઈ ચૌધરીમાં પશુપાલકોનો વિશ્વાસ અકબંધ રહ્યો છે. હવે બીજી ટર્મ માટે તેઓ ચેરમેન પદે નિશ્ચિત થયા છે.  જાેકે, શંકરભાઈ ચૌધરી સામે ચૂંટણીમાં સંભવિત પેનલ
બનાવવાની ચર્ચાઓ વચ્ચે જ દિગ્ગજાેએ પોતાના ઉમેદવારીપત્રો પરત ખેંચી હથિયાર હેઠા મૂક્યા હતા.
બનાસકાંંઠા જિલ્લાની
બનાસડેરી જીસીએમએમએફ સાથે સંકળાયેલી રાજ્યોની અન્ય ડેરી કરતા વધુ હિસ્સો ધરાવે છે. જેના સંચાલક મંડળની ચૂંટણી જાહેર થતાં જ બનાસડેરીના વાઈસ ચેરમેન માવજીભાઈ દેસાઈ કરેલા કેટલાક નિવેદનને લઈને વિવાદ સર્જાયો હતો. આ દરમિયાન ઉમેદવારી ફોર્મ ભરાવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. અને ૩૭ ઉમેદવારોએ ૮પ જેટલા ઉમેદવારીપત્રો ભર્યા હતા. પરંતુ પ્રથમ તબક્કામાં જ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી તરફે નવ બેઠકો બિનહરિફ થઈ જતાં વિરોધનો મનસૂબો સેવનારા હતપ્રભ બની ગયા હતા. ત્યારપછી પણ વધુ બે બેઠકો બિનહરિફ થઈ હતી. હવે આબરૂનો પ્રશ્ન ઉભો થાય તેવું લાગતા એક-એક પછી દિગ્ગજાે ચૂંટણીનું મેદાન છોડવા લાગ્યા હતા. જેમને બે દાયકા સુધી
બનાસડેરીનું સુકાન સંભાળ્યું હતું તેવા પરથીભાઈ ભટોળે પણ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું ત્યારે જ અણસાર આવી ગયો હતો કે, તમામ બેઠકો બિનહરિફ થઈ શકે છે. અને બુધવારે એવું જ થયું. ડીસા બેઠકના ઉમેદવાર અને ડેરીના વાઈસ ચેરમેન માવજીભાઈ દેસાઈએ પણ આબરૂ જવાની બીકે ચૂંટણી મેદાન છોડી દીધું. જેમાં અન્ય ચાર ઉમેદવારોએ પણ ઉમેદવારી પત્રો પરત ખેંચતા ડીસા બેઠક ઉપર રામજીભાઈ વાહજીભાઈ ગુજાેર બિનહરિફ બન્યા હતા. અને પાલનપુર બેઠક ઉપર ત્રણ ઉમેદવારોએ પોતાના ઉમેદવારીપત્રો પરત ખેંચાતા ભરતભાઈ પ્રેમજીભાઈ પટેલ બિનહરિફ બન્યા હતા. બીજી તરફ વડગામ બેઠક અંગે ગરમ ચર્ચાઓ વચ્ચે ચૌધરી કેશરભાઈ પરથીભાઈએ પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચતા દિનેશભાઈ વાઘજીભાઈ પટેલ (ભટોળ) બિનહરિફ  બન્યા હતા. આમ બનાસડેરીના વર્તમાન ચેરમેન શંકરભાઈ ચૌધરી તરફે તમામ ૧૬ બેઠકો બિનહરિફ બની છે. જેને લઈને પશુપાલકોમાં ખુશીનો માહોલ છે. જ્યારે શંકરભાઈ ચૌધરીમાં વિશ્વાસ અકબંધ રહેતા બીજી ટર્મ માટે તેનો ચેરમેન પદે નિશ્ચિત બન્યા છે.

બનાસ ડેરીના બિનહરીફ સભ્યો
૧. રાધનપુર ઃ શંકરભાઈ લગધીરભાઈ ચૌધરી
૨. સાંતલપુર ઃ રાઘાભાઈ રામાભાઈ આયર
૩. કાંકરેજ ઃ  અણદાભાઈ રામાભાઈ પટેલ
૪ ઃ- વડગામ ઃ દિનેશભાઈ વાઘજીભાઈ પટેલ (ભટોળ)
૫. દાંતીવાડા ઃ પરથીભાઈ જેઠાભાઈ ચૌધરી
૬. ધાનેરા ઃ જોઈતાભાઈ કસનાભાઇ પટેલ
૭. દિયોદર ઃ ઈશ્વરભાઈ તેજાભાઈ પટેલ
૮. ભાભર ઃ સામતભાઈ હેમાભાઈ પટેલ
૯. વાવ ઃ રાયમલભાઈ ખેમજીભાઈ ચૌધરી
૧૦. થરાદ ઃ પરબતભાઈ સવાભાઈ પટેલ
૧૧. દાંતા ઃ  દિલીપસિંહ અનારસિંહ બારડ
૧૨. અમીરગઢ ઃ  ભાવાભાઈ વજાજી રબારી
૧૩. પાલનપુર ઃ ભરતભાઈ પ્રેમજીભાઈ પટેલ
૧૪. લાખણી ઃ  ધુડાભાઈ ઉદાભાઈ પટેલ
૧૫. સુઇગામ ઃ  મુળજીભાઈ નારણભાઈ પટેલ
૧૬. ડીસા ઃ રામજીભાઈ વાહજીભાઈ ગુંજોર

આ મારો નહિ જિલ્લાના દૂધ ઉત્પાદકોનો વિજય ઃ શંકરભાઇ
આ મારો  નહીં પરંતુ જિલ્લાના ચાર લાખ દૂધ ઉત્પાદકોનો વિજય છે. જિલ્લાના દૂધ ઉત્પાદકો દૂધના પૈસાની આવક સાથે હવે અન્ય વ્યવસાય થકી પણ કમાણી મેળવતા થયા છે તેનો મને સંતોષ છે. મારા જિલ્લાનો પશુપાલક સુખી થાય અને તમામ સમાજો હળીમળીને રહે અને સૌ દૂધ ઉત્પાદકોમાં સુખનો સૂર્યોદય થાય તેવી મારી અંતરની ઈચ્છાને દૂધ ઉત્પાદકો, મતદારો અને જિલ્લાના સૌ સહકારી તેમજ રાજકીય આગેવાનોએ પૂર્ણ કરી છે તે બદલ તમામનો આભારી છું.

ડીસા તાલુકા સંઘનો રેલો માર્કેટમાં આવી શકે
બનાસડેરીની ચૂંટણી જાહેર થઈ ત્યારપછી ડેરીના વાઈસ ચેરમેન માવજીભાઈ દેસાઈએ પરોક્ષ રીતે શંંકરભાઈ સામે કરેલા નિવેદનને લઈને ખાસ્સો એવો વિવાદ થયો હતો. જિલ્લાના ભાજપના વર્તુળમાં પણ તેની ખાસ્સા દિવસો સુધી ચર્ચા ચાલી હતી. છેવટે એવી સ્થિતિ સર્જાઈ કે પેનલ બનાવીને ચૂંટણીની ચર્ચાઓ જ સમાપ્ત થઈ ગઈ અને માવજીભાઈએ ઉમેદવારી પત્ર જ પાછું ખેંચી લીધું. કારણ ગમે તે અપાયું હોય, પરંતુ શંકરભાઈ ચૌધરી સહકારના પણ ખેલાડી પુરવાર થયા છે. આ દરમિયાન ડીસા તાલુકા સંઘમાં કરોડોના કૌભાંડની તપાસ રજિસ્ટ્રાર દ્વારા શરૂ કરાઈ છે. આ તપાસનો રેલો માર્કેટયાર્ડ સુધી પહોંચે તો નવાઈ નહીં. તેવી શક્યતાઓ સહકાર ક્ષેત્રે જાેડાયેલા આગેવાનો જાેઈ રહ્યા છે.

માવજીભાઈને હાઈકોર્ટમાં પણ પછડાટ મળી
બનાસડેરીના ચેરેમન માવજીભાઈ દેસાઈએ ચૂંંટણી કાર્યક્રમ રદ કરાવવા કોર્ટનો આશરો લીધો હતો. અને કોર્ટમાં કરેલી અરજીમાં કોર્ટે એવું અવલોકન કર્યું હતું કે, બનાસડેરીની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી હોવાથી તેમાં દખલ નહીં કરવાનું જણાવીને કોર્ટે અરજી ફગાવી દીધી હતી. આમ કોર્ટમાં પણ માવજીભાઈને પછડાટ મળી હતી.

Download Our B K News Today App



Related News