માંડલા ગામે સ્મશાનભૂમિમાં ૧૫૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-24 12:26:10
  • Views : 249
  • Modified Date : 2021-07-24 12:26:10

     કાંકરેજ તાલુકાના માંડલા ગામે સ્મશાન ભૂમિ સુધારણા અંતર્ગત વી.એસ.એસ.એમ તેમજ સદ્દભાવના યુવક મંડળ દ્વારા શુક્રવારના સવારે વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં કાંકરેજના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા,વી.એસ.એમ.ના મિતલબેન પટેલ,હરગોવનભાઈ શિરવાડીયા,કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ,આઈ. ટી.ડિપાર્ટમેન્ટ બ.કાં.જિલ્લા સહકન્વીનર ઉમેશભાઈ વી. પ્રજાપતિ, નિરંજનભાઈ ઠક્કર,કિશોરભાઈ બી. પ્રજાપતિ,ભરતસિંહ વાઘેલા,  હાજરીમાં સોમાભાઈ પંડિતના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાન થી મંત્રોચ્ચાર સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ધારાસભ્યએ ગામની પૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. જ્યારે મિત્તલબેને ત્રણ વર્ષ સુધી વૃક્ષોનું જતન કરવાની  જવાબદારી લીધી હતી.આ પ્રસંગે યુવક મંડળ સતત છ મહિનાની મહેનત કરી સુંદર મજાનું ખુબ સરસ આયોજન કર્યું હતું

Download Our B K News Today App



Related News