‘ટેસ્ટના 1500 છે પણ રૂ. 500 એકસ્ટ્રા થશે કેમ કે અમે લેબ પર સેમ્પલ નથી લેતા, પાડોશીને ખબર ન પાડવી હોય તો સ્ટાફ પીપીઈ કિટ વગર આવશે’

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-26 12:06:19
  • Views : 238
  • Modified Date : 2020-09-26 12:06:19

        ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો લૂંટાઈ નહીં તે માટે સરકારે કોરોનાના ટેસ્ટના 1500 રૂપિયા નક્કી કર્યા છે જો કે, કેટલા રૂપિયા લેવાય છે તે જાણવા ભાસ્કરે શહેરની ખાનગી લેબમાં ખરાઈ કરતા બધે એક જ સરખું ચિત્ર જોવા મળ્યું હતું. 1500 રૂપિયા ટેસ્ટ ઉપરાંત 500 રૂપિયા કલેક્શન ચાર્જ પ્રતિ સેમ્પલ લેવાય છે એટલે કે એક ઘરમાં 4 સેમ્પલ લેવાય તો 2000 રૂપિયા લ્યે છે. જ્યારે ભાસ્કરે લેબ પર આવીને સેમ્પલ દેવાનું કહ્યું તો બધી લેબોરેટીના કર્મચારીએ ના પાડી દીધી. એક સ્થળે હા પાડી પણ ચાર્જ તો 2000 જ લેવાશે. એક લેબે તો ત્યાં સુધી કહ્યું કે આડોશી પાડોશીને ખબર ન પડે એટલે પીપીઈ કિટ વગર સ્ટાફ આવશે! બીજી તરફ રેપિડ ટેસ્ટ કે જે મનપા સોસાયટીમાં આવીને મફત કરી જાય છે તેમાં હજુ કોઇ ભાવબાંધણુ ન હોવાથી લેબોરેટરી રૂ. 900 ચાર્જ વસુલી રહી છે.

આફતમાં પણ અમુકે કમાણીનો અવસર શોધ્યો
એક્યુરિસ લેબ

ભાસ્કર : અમારે કોરોના ટેસ્ટ કરાવવા છે.
લેબ : આપણે આરટીપીસીઆર કરીએ છીએ આજે સેમ્પલ આપો એટલે કાલે રિઝલ્ટ.
ભાસ્કર : અમે ત્યાં આવીએ કે ઘરે આવીને લઈ જાય?
લેબ : માણસ મોકલું તો સાંજ પડશે અહિંયા વહેલા સેમ્પલ લેવાશે, એક ટેસ્ટના 2000 રૂપિયા થશે
ભાસ્કર : ત્યાં આવીએ તો પણ 2000ને, અમે પાંચ જણા છીએ
લેબ : સ્ટર્લિંગમાં આવજો, ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન લેતા આવજો
ભાસ્કર : અમારી પાસે નથી ત્યાં કરાવી આપોને
લેબ : અહીં સ્ટર્લિંગમાં 800 રૂપિયા ઓપીડી ચાર્જ લ્યે છે
ભાસ્કર : અમે 5 જણા છીએ બધાનો ચાર્જ દેવો પડશે?
લેબ : એ ડોક્ટરને ખબર, અમને નહીં

ન્યૂઝન લેબ
ભાસ્કર : અમારે કોરોના ટેસ્ટ કરાવવા છે
લેબ : ક્યો ટેસ્ટ કરાવવો છે? આરટીપીસીઆર કે રેપિડ
ભાસ્કર : ક્યો સારો કહેવાય?
લેબ : રેપિડ એ સ્ક્રિનિંગ છે જેમાં સિમ્ટમ્સ હોય તેના કરાવાય બાકી આરટીપીસીઆર
ભાસ્કર : બેયના ચાર્જ શું?
લેબ : આરટીપીસીઆરના 2000, રેપિડના 900
ભાસ્કર : તો આવીએ
લેબ : ના ઘરેથી જ સેમ્પલ લઈએ છીએ

ગ્રીનક્રોસ લેબ
ભાસ્કર : ટેસ્ટ કરાવા છે કોરોનાના
લેબ : ઘરેથી કલેક્શન થઈ જશે, ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન રાખશો
ભાસ્કર : એકને જ સિમ્ટમ્સ છે પણ બધાના કરાવવા છે
લેબ : બધાના નામ પર લખી ડોક્ટરનો સિક્કો લઈ લો
ભાસ્કર : શું લ્યો છો ચાર્જ ?
લેબ : 2000 રૂપિયા લઈએ છીએ એક સેમ્પલના 24 કલાકમાં રિઝલ્ટ
ભાસ્કર : બીજો કોઇ ચાર્જ નહિ ને
લેબ : ના કોઇ ચાર્જ નહિ

મેટ્રોપોલીસ લેબ
ભાસ્કર : કોરોના ટેસ્ટ કરાવવા છે
લેબ : ક્યો ટેસ્ટ કરાવવાનો છે?
ભાસ્કર : એમા પણ અલગ અલગ હોય ?
લેબ : હા, રેપિડ ટેસ્ટના 800 અને 100 કલેક્શન ચાર્જ, આરટીપીસીઆરના 1500 અને 500 કલેક્શન ચાર્જ
ભાસ્કર : અમે ત્યાં આવીએ તો
લેબ : ના, અહીંયા સેમ્પલ લેવાની સુવિધા નથી
ભાસ્કર : તો જ્યાં લેવાતા હોય ત્યાંનું કહો ને, અહીં પાડોશમાં પછી તકલીફ થાય
લેબ : લેતા તો હશે પણ એવું હોય તો સ્ટાફ પીપીઈ કિટ નહીં પહેરે
ભાસ્કર : એટલે ?
લેબ : તમે વિઝિટ બુક કરાવો એટલે નંબર આવશે તેમાં ફોન કરી કહી દેજો એટલે માત્ર માસ્ક અને ગ્લોવ્ઝ પહેરી સેમ્પલ લઈ જતા રહેશે.

Download Our B K News Today App



Related News