CNG ગેસના ભાવમાં ઘરખમ વધારો થતાં રીક્ષા ચાલકોએ વિરોધ નોંધાવ્યો છે..ભીલડીમાં ૧૫૦ વધુ રીક્ષા ચાલકો હડતાળ પર ઉતરી વિરોધ નોંધાવ્યો છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-16 11:25:11
  • Views : 236
  • Modified Date : 2022-04-16 11:25:11


ગેસ ના સતત વધતા જતા ભાવોના કારણે વાહન ચાલકો પરેશાન

 

1 એપ્રિલ એટલે કે નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે મોટો ઝટકો લાગ્યો હતો. સીએનજી  કિંમતમાં તોતિંગ વધારો થતાં સીએનજી વાહન ચાલકોને ખિસ્સા ખાલી કરવાનો વારો આવ્યો છે પેટ્રોલ-ડીઝલ ની સાથે હવે અદાણી સીએનજી એ પણ રૂપિયા પાંચનો એક જ ઝાટકે વધારો કરી દેતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

વધતા જતાં પેટ્રોલ-ડીઝલના ભાવને કારણે મધ્યમવર્ગની કમર તૂટી ગઈ છે. પેટ્રોલ ડીઝલના મોંઘવારીની માર બચ્ચે જનતા પીડાઈ રહી છે. ઇંધણના ભાવ પર બ્રેક નહિ પણ ઘટાડાની માંગ ઊઠી છે..વાહનચાલકોએ ભાવ પર કાબુ લાવવા સરકારને અપીલ કરી છે.સીએનજીના ભાવના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ઓટો રીક્ષા ડ્રાઈવર દ્વારા તેનો હવે પુરજોશથી વિરોધ કરવામાં આવ્યો છે તો બીજી તરફ નક્કી કરેલું ભાંડુ ન પોષતા તે હવે ઉચ્ચક ભાડું હવે પેસેન્જરો પાસેથી વસૂલી રહ્યા છે જેનો માર પણ સામાન્ય જનતા પર પડી રહ્યો છે... અને હવે CNGની સવારી પણ મોંઘી બની ગઈ છે. ત્યારે આજે ભીલડીમાં ૧૫૦ વધુ રીક્ષા ચાલકો હડતાળ પર ઉતરી ગયા હતા અને સી.એન.જી પંપ આગળ રિક્ષાઓ ઉભી કરી દીધી હતી. સી.એન.જી ગેસના ભાવ ૮૨ રૂપિયાના  આસમાને પહોંચતા રીક્ષા ચાલકોએ પંપ આગળ રિક્ષાઓ ઉભી કરી વિરોધ પ્રદર્શન કરી હડતાળ પર ઉતરી ગયા હતા જ્યારે કોઈ ઇમરજન્સી સેવા માટે જ સેવા ચાલુ રાખી હતી.

 

Download Our B K News Today App



Related News